- કોરોનામાં મધ્યમ વર્ગનો મરો કે કાગડા બધે કાળા ?
- ઘઉ અને ચોખા રેશનકાર્ડ ધારકો વ્યાજબી ભાવની દુકાનેથી લઇ કરીયાણાની દુકાને વહેંચી મારે છે
અમરેલી,
કોરોનામાં મધ્યમ વર્ગનો મરો થયો છે અને લોકો ભુખ્યા રહી ઘર ચલાવવા મજબુર બન્યા છે કે કાગડા બધે કાળા ?તેવા સવાલ ઉભા થાય તેવુ બીજુ એક પ્રકરણ સામે આવ્યુ છે અગાઉ ખાંભા વિસ્તારમાં રેશનીંગનો જથ્થો લાભાર્થીઓ પરબારો દુકાનદારને વહેંચી નાખતા હોવાનું સામે આવ્ય હતુ અને હવે અમરેલી જિલ્લામાં સરકારી રેશનીંગ લાભાર્થીઓ પણ તેને મળતુ અનાજ બારોબાર ફુંકી મારે છે તેવુ તંત્રના ધ્યાને આવ્યુ છે ઘઉ અને ચોખા રેશનકાર્ડ ધારકો વ્યાજબી ભાવની દુકાનેથી લઇ કરીયાણાની દુકાને વહેંચી મારે છે આવા લોકો માટે તંત્રએ ચેતવણી આપી છે કે આવા લોકોનું કાર્ડ રદ થશે અને કાયદેસરની કાર્યવાહી કરાશે.