અમરેલી જિલ્લામાં સાડાચાર હજાર લોકોએ કોરોનાને હરાવ્યો

સિવિલમાંથી આપણી લાશ નહી આપે તો ? સારવાર લેતા પહેલા લોકો માનસિક રીતે મૃત્યુ પામી રહયા છે તેવા લોકો આ હકીકત પણ જાણે

આજ સુધીમાં અમરેલી જિલ્લામાં 4694 કોરોના ના દર્દીઓમાંથી 4650 દર્દીઓ સાજા થઇ કામે લાગી જઇ ધ્ાુબાકા દઇ રહયા છે

અમરેલી,હાલમાં સૌ એક જસવાલ કરે છે કે શુ લાગે છે કોરોનાનું ? આ કયારે પુરુ થશે ? પણ કોરોનાની સતત ફેલાઇ રહેલી ખરાબ ખબરોમાં સૌથી સારી ખબર ઉપર ઓછા લોકોનીે નજર પડી છે અને એ આ છે, કે હાર પછી જીત છે, રાત પછી સવાર છે તે પ્રમાણે અમરેલી જિલ્લામાં સાડાચાર હજાર લોકોએ કોરોનાને હરાવ્યો છે.
કોઇ માંદુ પડે અને ખાનગી દવાખાના જવાબ આપી દે ઓકસીજનની જરુર હોય તેવા સંજોગોમાં પરિવારના સભ્યને સિવિલમાં લઇ જવાને બદલે સિવિલમાંથી આપણી કે આપણા સભ્યની લાશ નહી આપે તો ? ઘરનું આગણુ પણ જોવા નહી મળે એવા વિચારોથી સારવાર લેતા પહેલા જ લોકો માનસિક રીતે મૃત્યુ પામી રહયા છે.
અર્ધા ડરથી મૃત્યું પામનારા લોકો આ હકીકત પણ જાણે કે મોટી ઉમરના અનેક વડીલોએ કોરોના સામે લડી અને મકકમ મનોબળથી જીત મેળવી છે આજ સુધીમાં અમરેલી જિલ્લામાં 4694 કોરોના ના દર્દીઓમાંથી 4650 દર્દીઓ સાજા થઇ કામે લાગી જઇ ધ્ાુબાકા દઇ રહયા છે.અને એવા પણ હજારો હશે કે તેને આટો વાઢી કોરોના જતો રહયો હશે અને તેને ખબર પણ નહી પડી હોય કોરોના એટલે મોત નહી પણ અનેક પ્રકારની બીમારીઓમાની એક ચેપી બીમારી છે એ સમજવુ અને તકેદારી રાખવી જરુરી છે.