અમરેલી જિલ્લામાં સાર્વત્રીક વરસાદ : ખાંભામાં સવા છ ઇંચ

અમરેલી,જિલ્લામાં સારા વરસાદના કારણે જિલ્લામાં નદી નાળાઓ વહેતા થયા છે  સવારથી ધીમીધારે પોણા બે ઇંચ જેવો વરસાદ પડય હતો. બાબાપુર, ગાવડકા, ખીજડીયા, તરવડા, મેડી, વાંકીયા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં આજે બપોરના દોઢ વાગ્યાથી ધીમીધારે અડધો ઇંચ વરસાદ પડયો હતો બપોરના 11:30 થી સાંજ સુધીમાં ચલાલા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં બેથી ત્રણ ઇંચ જેવો ધોધમાર વરસાદ પડી જતા ખેતીપાક ઉપર કાચુ સોનુ વરસ્યું હતુ. લાઠી શહેરમાં આજે સતત બીજા દિવસે પણ સવા ઇંચ જેવો વરસાદ પડી જતા ગામમાં પાણી વહેતા થયા હતા ખારા, ધ્રાંગલા, સાંજણટીંબા, બોડીયા, અંટાળીયા જેવા ગ્રામીણ વિસ્તારોમાં સારો વરસાદ પડયો હતો  ખાંભા શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન સવા છ ઇંચ જેવો વરસાદ પડી જતા ધાતરવડી નદીમાં ઘોડાપુર આવતા ખાંભામાં આવેલ ધાતરનદીના પુલને પાણી આંબી ગયું હતુ અને લોકો પુર જોવા માટે ઉમટી પડયા હતા અમરેલી તાલુકાના મોટા આંકડીયામાં પણ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પોણો ઇંચ વરસાદ પડયો હતો. ફતેપુર, ચાંપાથળ, વિઠલપુરમાં આજે બપોર બાદ સવા ઇંચ જેવો વરસાદ પડયો હતો  ત્યારે ચમારડી ગરણી પાનસડા ની સ્થાનિક કોઝવે પરથી નદીના નીર વહેતા થયા અને બાબરા ના ગરણી નજીક આવેલ જીવાપર ડેમ માં નવા નીરની આવક જોવા મળી હતી   અમૃતવેલ, ભુવા, જુનાસાવર, વંડા, પીયાવા, ગાધકડા, બાઢડા, કાનાતળાવ, નેસડી, દિતલા, શેલણા, ભમોદ્ગા વગેરે ગામડામાં પણ 3 ઇંચ થી વધારે વરસાદ પડી ગયેલ હજુ વરસાદ વરસવાનું શરૂ છે. સાવરકુંડલા ના ભમોદ્રા ગામે પણ સ્થાનિક નંદી મા પુર આવ્યુ છે.આ વિસ્તારમાં સારા વરસાદ ને કારણે ખેડૂતો મા ખુશી નો માહોલ.ખેતરોમાં પાણી ભરાય ગયેલ છે. નાના ચેકડેમમાં પાણીની આવક શરૂ થયેલ છે હજુ 5 દિવસ વરસાદ પડવાની આગાહી છે.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે સાવચેત રહેવા જણાવાયુ છે.સમગ્ર રાજ્યમાં અષાઢ મહિના ની શરૂવાત થી જ વરસાદી માહોલ સર્જાતો જોવા મળ્યો છે. વડિયા માં પણ સવાર થી ધીમીધારે મેઘરાજા દ્વારા હેત વરસાવવા નુ ચાલુ થયુ હતુ. સમગ્ર દિવસ દરમ્યાન વરસાદી માહોલ વચ્ચે 50મિમિ (બે ઇંચ )વરસાદ