અમરેલી,
અમરેલી જીલ્લો એટલે સિંહોનો ગઢ ગણાય અને સિંહોનું સામ્રાજ્ય હોય ત્યારે અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકા મથક ઉપર સિહો વિહરતા જોવા મળી રહ્યા હોય ત્યારે આજે સાવરકુંડલાના પાદરમાં ચાર પાઠડા સિંહો જોવા મળ્યા હતા સાવરકુંડલા ના પીપાવાવ અંબાજી નેશનલ હાઈવે પર સૂર્યોદય પેટ્રોલ પંપની આગળ આવેલા સૂર્યોદય ફાર્મ નજીકના ખેતરમાં એક નીલગાયના શિકાર માટે ઢળતી સંધ્યાએ ચાર પાઠડા સીહોએ શિકાર અંગેની જાળ બિછાતા મોબાઇલમાં આબાદ રીતે ઝડપાઈ ગયા હતા સૂર્યોદય પેટ્રોલ પંપ નજીક જ આવેલ સૂર્યોદય ફાર્મ પાસે શિક્ષણ વિદ ગણાતા પ્રતાપભાઈ ખુમાણએ સાંજે વોકિંગમાં નીકળ્યા ત્યારે પોતાના ફાર્મ નજીક જ ચાર પાંઠડા સિંહો નીલગાયને શિકાર માટેની જાળ ગોઠવી રહ્યા હોય તેમ સિંહો અલગ અલગ પડીને નીલગાય ને ઘેરતા હોવાનું નજરે પડતા પ્રતાપભાઈ ખુમાણેપોતાના મોબાઈલ કેમેરામાં આવી અદભુત ક્ષણ ઝડપી પાડી હતી પીપાવાવ અંબાજી નેશનલ હાઈવે હોય વાહનોની સતત અવરજવર હોય ત્યારે ચાર પાંઠડા સિંહો સૂર્યોદય ફાર્મ ની નજીકના ખેતરમાં નીલગાયનો શિકાર કરે તેવા દ્રશ્યો ડિસ્કવરી ચેનલો માં જોવા મળે તેવા લાઇવ દ્રશ્યો શિક્ષણવિદ અને પ્રકૃતિ પ્રેમી પ્રતાપભાઈ ખુમાણે નિહાળીને પોતાના મોબાઈલ કેમેરામાં આબાદ રીતે કેદ કર્યા હતા.