અમરેલી જિલ્લામાં સુંદર સુરક્ષા વ્યવસ્થા ગોઠવતા શ્રી હિમકરસિંહ

અમરેલી,

રામનવમીના પવિત્ર અવસરે અમરેલી જિલ્લામાં જયારે લાખો ભાવિકો રાજમાર્ગો ઉપર શ્રી રામની શોભાયાત્રામાં ઓતપ્રોત હતા ત્યારે પોલીસ તંત્રની ભાવનગર રેન્જના આઇજી અને અનુભવી અધિકારી શ્રી ગૌતમ પરમારના માર્ગદર્શનમાં અમરેલી જિલ્લામાં એસપીશ્રી શ્રી હિમકરસિંહે સુંદર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.રામનવમીના તહેવાર સમયે નિકળતી શોભાયાત્રા અને વિવિ ફલોટસને કારણે ટ્રાફીક જામ ન થાય અને સમયસર શોભાયાત્રા શાંતીેથી કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેવી રીતે સંપન્ન થાય તે માટે અમરેલી જિલ્લામાં એસપીશ્રી હિમકરસિંહના માર્ગદર્શનમાં અને અમરેલીમાં ડીવાયએસપી શ્રી જગદિશસિંહ ભંડારી તથા સાવરકુંડલામાં ડીવાયએસપી શ્રી હરેશ વોરાની રાહબરીમાં અમરેલીમાં શ્રી ડીવી પ્રસાદ તથા સાવરકુંડલામાં શ્રી સોની સહિત મહિલા પોલીસ અને જિલ્લાભરના પોલીસ તંત્રએ અભુતપુર્વ બંદોબસ્ત જાળવ્યો હતો.તહેવારમાં પોલીસની તકેદારીને કારણે એક પણ અનિચ્છનિય બનાવ વગર લાખો લોકોએ તહેવાર ઉજવ્યો હતો અને શાંતિપુર્વક આ સુંદર સુરક્ષા વ્યવસ્થા ગોઠવનાર ભાવનગર રેન્જના આઇજી શ્રી ગૌતમ પરમાર, અમરેલી એસપીશ્રી હિમકરસિંહ અને સમગ્ર પોલીસ તંત્રને સુંદર કામગીરી બદલ લોકો દ્વારા અભિનંદન પાઠવાયા .