અમરેલી જિલ્લામાં સુરતથી આવનારની સંખ્યા સવા લાખે પહોંચી

અમરેલી,સૌરાષ્ટ્રમાંથી સૌથી વધ્ાુ અમરેલીવાસીઓ સુરતમાં વસે છે અને તેઓ મોટી સંખ્યામાં માદરે વતન પરત આવ્યા છે તા.16 ના સાંજ સુધીમાં સુરતમાંથી પોણા ત્રણ લાખ સૌરાષ્ટ્રવાસીઓને એસટી અને લકઝરી બસ દ્વારા વતન જવાની પરમીટ અપાઇ હતી જેમાં 1 લાખ અને 16 હજાર તો માત્ર અમરેલી જિલ્લાના જ લોકો હતા જ્યારે ભાવનગરના 87 હજાર, બોટાદના 13 હજાર, ગીર સોમનાથના 21 હજાર, રાજકોટના 13 હજાર અને જુનાગઢના 22 હજારનો સમાવેશ થાય છે.અમરેલી જિલ્લામાં માત્ર બસમાં જ 1 લાખને 16 હજાર લોકો આવ્યા છે આમા બાઇક, રીક્ષા અને કારમાં આવનાર લોકોની સંખ્યા અલગ છે આજે જિલ્લા આરોગ્ય તંત્રએ જિલ્લાની ચેકપોસ્ટો ઉપર કુલ 234 વાહનોમાં 4466 લોકોનું સ્ક્રીનીંગ કર્યુ હતુ જ્યારે સરકારી પરવાનગી વગર અમરેલી જિલ્લામાં પ્રવેશી ગયેલા 4573 લોકોને સરકારી કવોરન્ટાઇન ફેસેલીટીમાં દાખલ કર્યા હતા અને 14 દિવસ પુરા થતાં 4430 લોકોને રજા અપાઇ હતી અને હજુ આજની તારીખે 143 લોકો 14 દિવસની ઓપન જેલ ભોગવી રહયા છે.હાલમાં સુરતથી આવનાર લોકોની સંખ્યા ઘટી છે કે પછી પરમીટો બંધ કરાઇ છે તેની અટકળો સાથે આજે 17મી એ લોકડાઉન પુર્ણ થનાર હોય હવે શું થાય છે તેના ઉપર સૌની મીટ મંડાઇ છે અને તા.6 થી આજે તા.16 સુધીમાં આવેલા સવા લાખ લોકો અત્યારે ઘરમાં સરકારી તંત્રની નજરકેદમાં છે ચાર દિવસ પછી તબક્કાવાર તેમને બહાર નીકળવાની છુટ મળતી જશે.