અમરેલી જિલ્લામાં સુરતની જેમ છુટા હાથે પાણી નહી વાપરતા, કરકસર કરજો : શ્રી દુધાત

અમરેલી,ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાતે સુરત, અમદાવાદ, મુંબઇથી આવેલા લોકોને અપીલ કરી છે કે અમરેલી જિલ્લામાં સુરત અને અમદાવાદ મુંબઇની જેમ છુટા હાથે પાણી નહી વાપરતા, કરકસર કરજો કારણકે અમરેલી જિલ્લામાં વ્યક્તિ દીઠ પાણીનો વપરાશ 50 લીટર છે જ્યારે સુરતમાં દોઢસો લીટર વપરાય છે અને હાલમાં અમરેલી જિલ્લામાં બે લાખ લોકો વધ્યા હોય નવા પાણી ન આવે ત્યાં સુધી જો કરકસર નહી થાય તો તંગી સર્જાશે માટે લોકો સ્વયં પાણીનું મુલ્ફય સમજે તેમ શ્રી પ્રતાપ દુધાતે જણાવ્યું છે.