અમરેલી જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી

  • સોશ્યલ ડીસ્ટન્સનાં પાલન સાથે ઠેર ઠેર ધ્વજવંદન, માર્ચ પાસ્ટ પરેડ, કોરોના વોરીયર્સનું સન્માન સહીતના કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી કરાઇ

અમરેલી,
અમરેલી જિલ્લામાં ઠેર ઠેર સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે કોરોના વોરીયર્સનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
અમ2ેલી,
શ્રી સમર્થ વ્યાયામ મંદિ2- અમ2ેલીમાં સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરી હતી.આ પ્રસંગે સ્વાતંત્ર સેનાની શ્રી બેચ2ભાઇ પોકળની અધ્યક્ષતામાંતથા અગ્રણી ઉદ્યોગપતી શ્રી કાળુભાઇ ભંડે2ી તેમજ મેનેજીંગ ટ્રસ્ટી શ્રીએમ઼કે.સાવલીયા તથા ટ્રસ્ટી મંડળ તેમજ વ્યવસ્થાપક શ્રી નીલભાઇ મહેતા,જેન્ટસ જીમ ટ્રેન2 શ્રી પ્રશાંત જોષી, લેડીઝ જીમ ટ્રેન2 શ્રી રૂપલબેન ડાભીતેમજ સર્વે વ્યાયામ વી2ો અને નાગ2ીકોની હાજ2ીમાં 2ાષ્ટ્રીય પર્વ ઉજવ્યો.
દામનગર,
દામનગર શહેર નું ગૌરવ વિપુલ ડી ગોદાવરિયા નું કોરોના વોરિયર્સ તરીકે બહુમાન સેવા સુગંધી પુષ્પો ની માફક પ્રસરે છે કોરોના વોરિયર્સ તરીકે 10 વ્યક્તિ ઓ નું વિશિષ્ટ બહુમાન કરતું હતું.શ્રી પારુલ બેન પટેલ તરફથી કોરોના વોરિયર્સનું શિલ્ડ અને સન્માનપત્ર અર્પણ કરી સન્માન કરાયું હતું.
ભાવનગર,
1947 ની મધ્ય રાત્રિએ જે દવજભૂમિ ઉપર ત્રિરંગો લહેરાયેલો એજ ભૂમિ ઉપર 74 મો સ્વાતંત્ર્યપર્વ યોજાયો છે. ભાવનગરનાં વરિષ્ઠ આયુર્વેદચાર્ય અને કવિ ડો. નટુભાઇ પંડ્યાનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ દવજારોહણ કાર્યક્રમમાં કોરોના સ્થિતીમાં આમ જનતાને ઉપયોગી શરીર અને મનના આરોગ્ય ને સાંકળતી બે પુસ્તિકાઓનું વિમોચન થયું. આ પ્રસંગે ડો. શૈલેષભાઈ જાની તથા શ્રી જે. જે. ચૌહાણનું અભિવાદન કરવામાં આવેલ.
દામનગર,
દામનગર શહેર નગર પાલિકા આયોજિત રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ ખાતે કરાય 74 માં રાષ્ટ્રીય પર્વ ની પુરા અદબ સાથે નાયબ મામલતદાર શ્રી ડી બી બાયલ ના વરદહસ્તે ધ્વજ વંદન કરી સલામી આપી ઉજવાય હતી.
દામનગર,
દામનગર શહેર ના સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ના ગુરુકુળ ખાતે વરિષ્ઠ સંતો અને શિક્ષક શ્રી ઓ ની ઉપસ્થિતિ માં 74 માં રાષ્ટ્રીય પર્વ ની પુરા અદબ થી ઉજવણી સ્વામી શ્રી ચંદ્રપ્રકાશદાસજી સ્વામી શ્રી વિષ્ણુપ્રસાદદાસજી શાસ્ત્રી શ્રી આંનદસ્વરૂપદાજી પ્રિન્સિપાલ શ્રી ડોબરિયા નિયામક શ્રી કોલડીયા સહિત શેક્ષણિક સંસ્થા ના શિક્ષક શાળા પરિવાર સ્ટાફ દામનગર પી એસ આઈ શ્રી વી એલ પરમાર સહિત ની ઉપસ્થિતિ માં સોશ્યલ ડિસ્ટન્ટ ના ચુસ્ત પાલન સાથે 74 માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરાય હતી.
લાઠી,
લાઠી તાલુકા ના માલવીયા પીપરિયા પ્રાથમિક શાળા ખાતે 74 માં સ્વાતંત્ર્ય પૂર્વ ની ઉજવણી કરાય લાઠી તાલુકા ભાજપ અગ્રણી ઘનશ્યામભાઈ સાવલિયા ના વરદહસ્તે સલામી આપી ધ્વજવંદન કરાયું હતું લાઠી તાલુકા ના માલવીયા પીપરિયા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા આયોજિત રાષ્ટ્રીય પર્વ ની પુરા અદબ સાથે ઉજવણી કરાય હતી.
અમદાવાદ,
અમદાવાદ ના સરખેજ ભારતી આશ્રમ ખાતે વરિષ્ઠ સંતો એવમ રાજસ્વી અગ્રણી સેવક સમુદાય ની ઉપસ્થિતિ માં 74 માં સ્વાતંત્ર્ય પર્વ ની પુરા અદબ સાથે સોશ્યલ ડિસ્ટન્ટ જાળવી ને ઉજવણી કરાય.
ટીમ્બિ,
ઉમરાળા ના ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી શ્રી નિર્દોષાનંદજી સરસ્વતીજી હોસ્પિટલ ખાતે 74 માં સ્વાતંત્ર્ય પર્વ ની પુરા અદબ સાથે ઉજવણી માનવ સેવા ટ્રસ્ટ ના બી એલ રાજપરા જગદીશભાઈ ભિગરાડીયા લવજીભાઈ નાકરાણી સહિત ટ્રસ્ટી શ્રી ઓ હોસ્પિટલ ના તબીબી સ્ટાફ કર્મચારી શ્રી ઓની ઉપસ્થિતિ માં સોશ્યલ ડિસ્ટન્ટ થી આઝાદી દિન ની ઉજવણી કરાય હતી.
રાજકોટ,
રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમા 15ઓગસ્ટ 74મા સ્વતંત્ર દિવસની ઉજવણી અખંડ રઘુવંશી સમાજ કલ્યાણ મહાપરિસદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પંકાજસિંહ રઘુવંશીની ઉપસ્થિતમા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવેલ હતી.
બગસરા,
15ઓગષ્ટ 2020 તાલુકા કક્ષાની ઉજવણી બગસરા નગર પાલિકા સંચાલિત મેઘાણી હાઇસ્કુલ ખાતે કરવામા આવેલ હતી આ ઉજવણીમાં બગસરા મામલતદાર શ્રી તલાટ સાહેબ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ
વડિયા,
74માં સ્વાતંત્ર્ય પર્વ ની વડિયા તાલુકા કક્ષાની ઉજવણી નો કાર્યક્રમ વડિયા ની ગ્રામ પંચાયત સંચાલિત શ્રી સુરગવાળા હાઈસ્કૂલ ના પટાંગણ માં યોજાયો હતો. તાલુકા કક્ષાના કાર્યક્રમ માં વડિયા કુંકાવાવ તાલુકા ના મામલતદાર પ્રશાંત ભીંડી દ્વારા ધ્વજવંદન કરી સલામી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ માં વડિયા પોલીસ ના પીએસઆઇ સાંબડ ની ટીમ ધ્વજવંદન સમયે દ્ પરેડ દ્વારા સલામી આપી હતી.
સાવરકુંડલા,
ભારતના 74 માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે અમરેલી જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લા કક્ષાનો 15 મી ઓગસ્ટ નો કાર્યક્રમ માં ડો. રિપલબેન અશોકભાઇ મેહતા જે આયુષ મેડિકલ ઓફિસર વિજપડી ખાતે પોતાની ફરજ નિભાવી રહ્યા છે. અમરેલી જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જિલ્લા કક્ષાનો 15 મી ઓગસ્ટ નો કાર્યક્રમ માં અમરેલી જિલ્લા પ્રભારી મંત્રી શ્રી હકુભા જાડેજા,અમરેલી જિલ્લાના સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા ડો. રીપલબેન અશોકભાઇ મહેતા ને સર્ટીફીકેટ એનાયત કરી સન્માનિત કરવા માં આવ્યા હતા.
સાવરકુંડલા
શ્રી એચ.એન.વિરાણી હાઇસ્કૂલ, બાઢડા દ્વારા સામાજિક અંતર જાળવીને સ્વાતંત્ર્ય પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ તકે બાઢડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હિંમતભાઈ વિરાણી,ઉપ સરપંચશ્રી શાંતિભાઈ શેલડિયા તથા મહેશભાઈ પીપળીયા,શાળાના આચાર્યશ્રી પ્રજ્ઞેશભાઈ ભટ્ટ તથા શાળા પરિવાર,અન્ય ગ્રામ અગ્રણી તથા ગ્રામ જનો હાજર રહયા હતા. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે શાળાના સુપરવાઈઝર શ્રી ચંપાબેન હિરપરા ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.
સાવરકુંડલા
સાવરકુંડલા નજીક આવેલ માનવ મંદિરમાં ધ્વજ વંદન કરાયું હતું.રાજુલાના સેવાભાવી યુવાન સાગર સરવૈયા ના વરદ હસ્તે કરવામાં આવ્યું તો જ વંદન.માનવ મંદિર ની મનોરોગી મહિલાઓએ રાષ્ટ્રધ્વજ ને સલામી આપી રાષ્ટ્રભાવના પ્રત્યે પોતાનો ગીત ગાય ને પ્રેમ દર્શાવ્યો.74 સ્વાતંત્ર પર્વ નિમિત્તે માનવ મંદીર ના પૂ. ભક્તિ બાપુ રાજુલાના ડોક્ટર બાવળીયા અને સેવાભાવી યુવાનો રહે હાજર.
સાવરકુંડલા,
સાવરકુંડલા શહેર ખાતે કે.કે.હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં મામલતદાર શ્રી ડી.એન.ભાડના વરદ હસ્તે અતિથિઓની હાજરીમાં દેશના 74માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ધ્વજવંદન કરવામાં આવેલ.
સાવરકુંડલા,
સાવરકુંડલા જલારામ બાપા ના મંદિરે પૂ.જલારામ બાપા અને શ્રી રામ, લક્ષ્મણ, જાનકી, ગણપતિ બાપા, હનુમાનજી અને ઠાકોરજી ને 15 મી ઓગસ્ટ 74 માં સ્વાતંત્ર્ય પર્વ દીને ત્રિરંગા વસ્ત્ર નો શણગાર કરવામાં આવ્યો હતો.
સાવરકુંડલા,
સાવરકુંડલા શહેરમાં આવેલાં સેવાના ધામ સમા કબીર ટેકરી આશ્રમ ખાતે 74માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ખૂબ સાદગી પૂર્ણ વાતાવરણમાં શહેરના ભાજપ અને યુવા ઉદ્યોગપતિ સુરેશભાઈ પાનસુરીયાનાં વરદ હસ્તે ધ્વજવંદન કરીને કરવામાં આવી. આ સ્વાતંત્ર્ય પર્વનાં પવિત્ર અવસરે કબીર ટેકરી આશ્રમ મહંત શ્રી નારાયણદાસ સમેત ભાજપના સંનિષ્ઠ કાર્યકરો તેમજ શહેરના અગ્રણી નાગરિકોની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર ધ્વજને ખૂબ જ આદર અને સન્માનપૂર્વક સલામી આપવામાં આવી હતી.
સાવરકુંડલા,
સ્વાતંત્ર્ય દિન ના રાષ્ટ્રીય પર્વ ના અવસરે સાવરકુંડલા હોમગાર્ડ ઓફિસર કેતન પંડયા ને કોવિડ.-19 મહામારી સામે ના યુધ્ધ માં આપેલ અથાગ મહેનત અને સહકાર ને બેસ્ટ કોરોનાં વોરિયર્સ તરીકે મામલતદાર ના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
અમરેલી,
તા. 15 ઓગસ્ટ 2020 નાં રોજ ભારતમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શ્રીજી વિદ્યાર્થી ભુવન માં સંપૂર્ણ સાદગીથી તેમજ સરકારી ગાઈડલાઈનને અનુસરીને ધ્વજ વંદન કરવામાં આવ્યું.
લાઠી,
લાઠી તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરવામાં આવી.લાઠી પી.એસ.આઈ શ્રી ગોહિલની સુચના અનુસાર લાઠી મહીલા એ.એસ.આઈ.સોનલબેન.બી.પંડ્યાની રાહબરી નીચે પોલીસ કર્મીઓએ ધ્વજવંદનને સલામી આપી મામલતદારશ્રી મનાતે ધ્વજવંદન ફરકાવી ત્રિરંગાને સલામી આપી હતી.
અમદાવાદ,
74 માં પ્રજાસતાક દિવસ ની શ્રી ભારતી આશ્રમ સરખેજ અમદાવાદ ખાતે સોશીયલ ડિસ્ટન્સ થી સંતો દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી.શ્રી મહામંડલેશ્વર 1008 વિશ્વંભર ભારતી બાપુ , મહામંડલેશ્વર કલ્યાણ ભારતી બાપુ તેમજ શ્રી મહંત હરિહરાનદ ભારતી બાપુ તેમજ ષિ ભારતી બાપુ એ સમગ્ર દેશ ને પ્રજાસતાક પર્વની શુભેચ્છાઓ આપી હતી.
અમરેલી,
અમરેલી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ, અને છાત્રપરિષદ, સયુંકત ઉપક્રમે,ડો.ગજેરા સાહેબ ના માર્ગદર્શન મુજબ અખન્ડ ભારત દિન અને સ્વાતંત્ર દિવસ જેવા રાષ્ટ્રીય પર્વ ની ,ભારતમાતા પૂજન કરી કાર્યાલય પર રાષ્ટ્રીય ત્રિરંગો ફરકાવી,અને અયોદયા બાબરીદવન્સ સમયે જેલ ભરો આંદોલન માં ગયેલ કાર્યકર્તા ઓનું કુમકુમ તિલક અને પુષ્પો થી સન્માન કરેલ,જેમાં સૌરાષ્ટ્ર મંત્રી નિર્મલસિંહ ખુમાણ,આંતરરાષ્ટ્રીય પરિષદ અમરેલી જિલ્લા અદયક્ષ ડી.ભાઈ, કાર્યકારી અદયક્ષ સુરેશભાઈ સોંલકી, જિલ્લા મંત્રી ડો. દેશાણી સાહેબ, મજબૂતભાઈ બસિયા, અને રાષ્ટ્રીય બજરંગદળ શહેર મંત્રી ઉદયભાઇ,છાત્ર પરિષદ જિલ્લા પ્રમુખ જીતભાઈ કાબરીયા અને ઉપ પ્રમુખ વિનાયકભાઈ કાબરીયાઅને સન્માનિત એવાં પંકજભાઈ ખભોળીયા, ડો. ભાનુભાઈ કીકાણી, હાજર રહી ભારત માતા પૂજન કરી રાષ્ટ્રધ્વજ નેસલામીઆપી. જિલ્લા અદયક્ષ ડી.ભાઈ બામટા ની યાદી જણાવે છે.
ધારી,
ધ્વજવંદન કાર્યક્રમમાં કોરોના ર્નબંર્ગુહ માં બજરંગ ગ્રુપદ્વારા ધારી અને આજુબાજુના વિસ્તારોમાં કરવામાં આવેલ સેવાકીય પ્રવૃત્તિ બદલ ધારી પ્રાંત અધિકારીશ્રી દ્વારા બજરંગ ગ્રુપ પ્રમુખ પરેશ પટેલ નું સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ.
વાંકીયા,
અમરેલીના વાંકીયામાં નવી તાલીમ શાળા ખાતે ધ્વજવંદન થયુ હતુ ડો. કિરણબેન સેલડીયા, આકાશભાઇ અગ્રાવતનું કોરોના વોરીયર્સ તરીકે શાલ ઓઢાડી સર્ટીફીકેટ આપી સન્માન કર્યુ હતુ. આ પ્રસંગે સરપંચ જયાબેન અકબરી, પ્રકાશભાઇ રાદડીયા, નીરજભાઇ અકબરી અને ગ્રામ પંચાયત સભ્યો પ્રા. શાળા પ્રીન્સીપાલ, સ્વામી નારાયણ માધ્યમિક શાળા પ્રીન્સીપાલ અને ગોપલેશ અકબરી ઉપસ્થિત રહયા હતા.
અમરેલી વિદ્યાસભા,
અમરેલી વિદ્યાસભા સ્કુલમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયું હતુ ટ્રસ્ટી ડાયાભાઇ ગજેરાના હસ્તે ધ્વજવંદન થયુ હતુ. ટ્રસ્ટી ખોડાભાઇ સાવલીયા, હસમુખભાઇ પટેલ, ઉપસ્થિત રહયા હતા પ્રમુખ વસંતભાઇ ગજેરાએ શુભકામના પાઠવી હતી.
ફતેપુર ,
ફતેપુર પ્રા. શાળામાં સ્વાતંત્ર્ય પર્વ નિમિતે સરપંચના હસ્તે ધ્વજવંદન થયુ હતુ કાર્યક્રમનું સંચાલન વિજયદાન ગઢવી, રમેશભાઇ દવેએ કર્યુ હતુ ભોજલધામ જગ્યાના મહંત ભક્તિરામબાપુએ આર્શીવચન પાઠવ્યા હતા તેમ સતીષ રાઠોડે જણાવ્યુ છે.
જરખીયા,
લાઠીના જરખીયામાં સરસ્વતી વિદ્યાલયમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિતે ડો. ચાંવના હસ્તે ધ્વજવંદન બાદ ડો. ચાંવનું શાળાના આચાર્ય ભરતભાઇ પટેલ દ્વારા શાલ ઓઢાડી સન્માન કર્યા બાદ સ્ટાફ પરિવાર દ્વારા પુસ્તકો ભેટ આપી સન્માન કર્યુ હતુ અને સેવાઓ બિરદાવી હતી.
ચાંદગઢ,
અમરેલી તાલુકા ના ચાંદગઢ પ્રાથમિક શાળામાં તા.15 ના રોજ સ્વતંત્ર દિવસ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી, કોરોના મહામારી ને કારણે સોશીયલ ડિસ્ટન્સ નું પાલન કરી , તથા ગ્રામજનો દ્વારા સેનીટાઇજ કરવામાં આવ્યું .ગામ ના સરપંચ મનસુખભાઈ જાદવ , ઉપસરપચ શ્રી રામકુભાઈ ધાધલ ,તથા તલાટી મંત્રી શ્રી પ્રશાંતભાઈ પરમાર, ના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતુ, અને રાષ્ટ્રગાન કરવામાં આવ્યું તથા શાળા ના મેદાન માં બ્લોક પંચાયત દ્વારા નાખી દેવામાં આવેલ એ બદલ આ ત્રણે મહાનુભાવો નું શાળા પરિવાર વતી શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું, તથા બિજલભાઈ જાદવ નું સન્માન દાદભાઈ ધાધલ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમ નું સંચાલન શાળા ના શિક્ષિકા પાયલબેન દ્વારા કરવામાં આવ્યું,અને આભારવિધિ શાળા ના આચાર્ય શ્રી સુનીલભાઈ કોડીયા દ્વારા કરવામાં આવ્યું, તથા નાસ્તા નું આયોજન શ્રી નલિનીબેન તથા શ્રી નીલમબેન દ્વારા કરવામાં આવ્યુ. આ કાર્યક્રમ મા ભીખુભાઈ ખુમાણ, જશુભાઈ ખુમાણ, હર્ષદભાઈ ઠાકર, રાજદીપભાઈ, મહાવીરભાઈ, જયરાજભાઈ, શિવરાજભાઈ, વિજયભાઈ, સંજયભાઈ, જયપાલભાઈ, સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
સાવરકુંડલા,
સાવરકુંડલા શહેરની આરોગ્ય ક્ષેત્રની કામગીરીની નોંધ લઈને સાવરકુંડલા કોરોના વોરીયર શ્રી જાગૃતભાઈ ચૌહાણ નું અમરેલી જિલ્લા કલેકટર સાહેબનાં હસ્તે સન્માન કરવામાં આવ્યું.આમ તો સ્વાસ્થ્ય સુરક્ષા એ લોકોનાં જીવન સંવર્ધનની પ્રાથમિક આવશ્યકતા છે એમાંપણ આ કોરોના વાયરસનાં કપરાં કાળમાં લોકોને સુરક્ષાનો અહેસાસ કરાવવો એ ખરેખર પડકારજનક કાર્ય છે.આ દેશમાં જેમ સરહદ પર આપણાં નૌજવાનો દેશની રક્ષા કાજે પોતાના પ્રાણની પણ પરવા કર્યા વગર પોતાની ફરજ બજાવતા હોય છે.
જુનાગઢ,
જુનાગઢ મહાપાલીકા દ્વારા મેયરશ્રી ધીરૂભાઇ ગોહીલના હસ્તે ધ્વજવંદન થયુ હતુ કમિશ્નર શ્રી સુનેરા, એપીટી મેયર હિમાંશુ પંડયા, રાકેશભાઇ ધ્ાુળેશીયા, નટુભાઇ પટોળીયા, ધરમણભાઇ ડાંગર, શશીકાંતભાઇ ભીમાણી, લલીતભાઇ સુવાગીયા, જીવાભાઇ સોલંકી, જયેશભાઇ ધોરાજીયા, ભાવનાબેન હીરપરા, શારદાબેન પુરોહીત, આદ્યશક્તિબેન મજમુદાર, શિલ્પાબેન જોષી, જયેશભાઇ વાજા, એમ.કે. નંદાણીયા ઉપસ્થિત રહયા હતા.
અમરેલી,
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વે જયહિંદ ગૌ સેવા સંઘ, હઠીયા યંગ ગૃપ, જેશીંગપરા દ્વારા શિવાજી ચોકમાં શિવાજી મહારાજની પ્રતિમાને કંકુ તિલક કરી પુજન કર્યુ હતુ બાદમાં ધ્વજવંદન થયુ હતુ લાઠી રોડ ઉપર વિર હમીરજીની પ્રતિમાનું પણ પુજન કર્યુ હતુ તેમ વિજયભાઇ પાથરે જણાવ્યુ છે.
અમરેલી,
ભારત સરકાર યુવા કાર્યક્ર્મ અને ખેલ મંત્રાલય અંતર્ગત , નહેરૂ યુવા કેન્દ્ર અમરેલી દ્વારા 15 ઓગસ્ટ 2020 સ્વતંત્રતા દિન નિમિતે શાનદાર ધ્વજવંદન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હતું , કાર્યકર્મની શરૂ આતમાં એકાંકી અગ્રવાલ,યુવા સયોજન , નહેરૂ યુવા કેન્દ્ર અમરેલી નાં વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવમાં આવ્યો. આ કાર્યક્રમમાં યુવામંડળના સભ્યશ્રીઓ ,પ્રવીણ જેઠવા ઓફિસ આસિસ્ટન , બાળકો અને બહેનો એ ભાગ લીધેલ હતો કાર્યકર્મને સફળ બનાવવા આશિષ જાદવ ઓફિસસ્ટાફ ,તથા જયદીપ જાદવ શરૂફ એ ભારે જહેમત ઉઠાવી હતી કાર્યકર્મ નું સંપૂર્ણ સંચાલન સાગર મહેતા , ફિલ્ડ ઓફિસર (શરૂફ)કરેલ હતું.
ડુંગર,
રાજુલા તાલુકાના ડુંગર ગામે આવેલ કુમાર શાળા નં-1 ખાતે 74 મો સ્વતંત્રતા દિવસ સાદગીપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.આ વખતે ધ્વજવંદન કોરોના વોરિયર્સ તરીકે ડુંગર દવાખાનામાં ફરજ બજાવતાં ફાર્મસિસ્ટ મહેશભાઇ રાઠોડ અને ડુંગર પોલીસમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ મહેન્દ્રભાઇ દ્રારા કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ડુંગર કુમાર શાળા નં-1 દ્રારા કોરોના વોરિયર્સનું સન્માન કરી સર્ટિફિકેટ આપવામા આવ્યાં હતાં.આ તકે ડુંગર સરપંચ પ્રતિનિધિ તથા જિલ્લા પંચાયત વિરોધ પક્ષનાં નેતા શુકલભાઇ બલદાણીયા,ઉ.સરપંચ લોંગભાઇ ગાહા,પ્રિન્સિપાલ શિલ્પાબેન,ડુંગર પોલીસ સ્ટાફ,હોમગાર્ડનાં જવાનો ઉપસ્થિત રહયાં હતાં.કાર્યક્રમમાં હાજર લોકોએ ફરજીયાત માસ્ક પહેર્યું હતું અને સોશિયલ ડિસ્ટનસનું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
લીલીયા,
લીલીયા આઇટીઆઇ ખાતે મામલતદાર શ્રી કુબાવતના હસ્તે ધ્વજવંદન થયુ હતુ પીએસઆઇ શ્રી ચાવડા, ટીડીઓ તથા સરપંચ હીરાબેન ધામત, અરૂણભાઇ પટેલ, ભનુભાઇ ડાભી, ફોરેસ્ટરશ્રી ભુવા સહિત ઉપસ્થિત રહયા હતા.