અમરેલી જિલ્લામાં હળવા ભારે ઝાપટાથી પોણા બે ઇંચ વરસાદ

 

અમરેલી,
અમરેલી શહેર અને જિલ્લામાં આજે પણ મેઘ સવારી શરૂ રહી હતી. ક્યાંક હળવા ભારે ઝાપટા તો ક્યાંક પોણા બે ઇંચ જેવો વરસાદ પડયો હતો ખાંભામાં પોણા બે ઇંચ, ધારી, બગસરા, રાજુલા, વડીયામાં એક ઇંચ વરસાદ પડયો હતો. અમારા પ્રતિનિધીઓના જણાવ્યા અનુસાર લાઠીના અકાળામાં સાવરકુંડલાના આંબરડીમાં, દામનગરમાં, ચિતલમાં હળવા ભારે ઝાપટાઓ પડયા હતા. દલખાણીયા સહિત ગીર પંથકમાં ધીમી ધારે વરસાદ પડયો હતો. લીલીયાના હાથીગઢમાં દિવસભર ધીમી ધારે એકથી દોઢ ઇંચ જેવો વરસાદ પડયો હતો.
અમરેલી જિલ્લા ફલડ કંટ્રોલરૂમમાં નોંધાયેલ આંકડામાં અમરેલી 15 મી.મી, ખાંભા 40 મી.મી, જાફરાબાદ 11 મી.મી, ધારી 23 મી.મી, બગસરા 27 મી.મી, બાબરા 5 મી.મી, રાજુલા 29 મી.મી, લાઠી 9 મી.મી, લીલીયા 15 મી.મી, વડીયા 25 મી.મી, સાવરકુંડલા 8 મી.મી, વરસાદ નોંધાયો હતો. ગારીયાધાર શહેરમાં આ જ વહેલી સવારથી હળવા ભરે વરસાદી ઝાપટાઓ વરસતા રહ્યા હતા જે ઝાપટાઓમાં શહેરમાં અડધો ઇંચ વરસાદ વરસી પડ્યો હતો જેમાં સિઝનનો કુલ 193 એમએમ વરસાદ નોંધાયો હતો.જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં નવાગામ, વિરડી, વેળાવદર, પરવડી અને રૂપાવટી સહિતના ગામોમાં પણ વરસાદી હળવા ભારે ઝાપટા વરસ થયા હતા.