અમરેલી,
અમરેલી શહેર અને જિલ્લામાં હવામાનમાં પલટો આવતા સખત ઉકળાટ બાદ અમરેલી શહેરમાં બપોર બાદ આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા હતા અને બપોર બાદ ધીમીધારે દોઢ ઈંચ વરસાદ પડી જતા રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા હતાં. રાજકમલ ચોક સહિત નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. ધારીમાં ઝરમર વરસાદ પડ્યો . ધારી તાલુકાનાં ગીર પંથકનાં દલખાણીયામાં ગઇ કાલે સારો વરસાદ પડ્યા બાદ આજે બીજા દિવસે પણ વરસાદનું ઝાપટુ પડ્યું હતું અને ગીર પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો. લીલીયા, નાના લીલીયા, પુંજાપાદર, સનાળીયા સહિતનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનાં ઝાપટા પડ્યો. જ્યારે ખાંભામાં પણ હળવો વરસાદ પડ્યો હતો.