જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર્દીઓને તાકિદે સારવાર મળી રહે તે માટે યુધ્ધના ધોરણે પગલા : જિલ્લા આયુર્વેદીક હોસ્પિટલમાં 20 બેડની ડેઝીગ્નેટેડ હોસ્પિટલનો હવાલો આરએમઓ ડો. ભાવેશ મહેતાને સોંપાયો : ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની ખેંચ
અમરેલી,અમરેલી જિલ્લામાં રેમડેસીવીર ઇન્જેક્શનની જેમ હવે ઓક્સિજન માટે દેકારો બોલવાની શક્યતા દેખાઇ રહી છે આજે સોમવારે ખાનગી હોસ્પિટલોની બહાર લોકો ઓક્સિજન માટે સંપર્ક કરતા નજરે પડયા હતા જો કે અમરેલી સિવીલમાં ઓક્સિજન પુરતા પ્રમાણમાં છે પરંતુ ખાનગી હોસ્પિટલોમાં સ્થિતી સારી નથી અને હાલમાં આવેલી મહામારીમાં ઓક્સિજનએ સાચા અર્થમાં પ્રાણવાયુ સાબિત થઇ રહયો છે.
બીજી તરફ કલેકટરશ્રી દ્વારા આવનારી સ્થિતીને પહોંચી વળવા માટે યુધ્ધના ધોરણે તમામ પગલાઓ લેવાઇ રહયા છે અમરેલીની આયુર્વેદીક હોસ્પિટલમાં 20 અને નર્સિગ કોલેજ કેમ્પસમાં 80 બેડની ડેઝીગ્નેટેડ હોસ્પિટલ બનાવવાની કામગીરીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર્દીઓને તાકિદે સારવાર મળી રહે તે માટે યુધ્ધના ધોરણે પગલાઓ લેવાઇ રહયા છે જિલ્લા આયુર્વેદીક હોસ્પિટલમાં 20 બેડની ડેઝીગ્નેટેડ હોસ્પિટલનો હવાલો આરએમઓ ડો. ભાવેશ મહેતાને સોંપાયો છે.
આજે સોમવારે કોરોનાનાં સર્વોચ્ચ 48 કેસ નોંધાયા છે 9 દર્દીઓ કોરોનામુક્ત થયા છે અને 284 દર્દીઓ સારવાર લઇ રહયા છે.