અમરેલી,અમરેલી જીલ્લામાં આગામી 5 દિવસ દરમિયાન હવામાન ઠંડુ, આંશિક ભેજવાળું અને આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે. ઝાંકળની શક્યતા નહીવત છે. હાલની પરિસ્થિતિની સાપેક્ષમાં આગામી 5 દિવસ દરમિયાન ઠંડીના પ્રમાણમાં ઉત્તરોતર ઘટાડો થવા શક્યતા છે અને મહત્તમ તાપમાન 25-29 ઓસે અને લઘુત્તમ તાપમાન 09-12 ઓસે જેટલું રહેશે. જ્યારે પવનની ગતિ સામાન્ય કરતા વધુ અંદાજીત 13-19 કિમી/કલાક સુધી ની દિશા મોટાભાગે વાયવ્ય થી ઉત્તર રહેવાની શકયતા છે. આગોતરું અનુમાન તા. 30 જાન્યુઆરી થી 03 ફેબ્રુઆરી 2023 દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં હવામાન ઠંડુ, ચોખ્ખું, અને સુકું રહેવાની વરસાદની કોઈ શક્યતા નથી. આ દરમિયાન લઘુતમ તાપમાન 10-14 ઓ સે જેટલું રહેવાની શક્યતા છે.