અમરેલી જિલ્લામાં હવે માસ્ક ફરજીયાત : જાહેરનામું

અમરેલી, વિશ્ર્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે અમરેલી શહેર જીલ્લામાં લોકોની સલામતી સાથે આરોગ્ય જળવાય રહે તે માટે અમરેલીના કલેકટર શ્રી આયુષ કુમાર ઓકે જાહેરનામુ બહાર પાડી આજે માસ્ક પહરવુ ફરજીયાત કરેલ છે અને તેમાં જો કોઇ માસ્ક વિના પકડાશે તો રૂા.500 નો દંડ સાથે ગુનો પણ નોંધાશે અને જરૂર પડયે રૂા.1000 પેનલ્ટી વસુલવા અને આ આદેશનો તા.16 સાંજના 6 વાગ્યાથી અમલ કરવા તાકીદ કરી છે.