અમરેલી જિલ્લામાં 10 થી 13 જૂન દરમિયાન છુટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી

અમરેલી,
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 10 થી 13 જૂન અમરેલી જિલ્લામાં છુટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
જે મુજબ અમરેલી જિલ્લામાં આ ત્રણ દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ પડી શકે છે. અને પવનની ગતિ 30-40 કિલોમીટ પ્રતિ કલાકની રહેવાનું અનુમાન છે.
જિલ્લામાં 8 થી 9 જૂન સવારે 10.30 સુધીમાં નોંધાયેલા વરસાદના આંકડા મુજબ સાવરકુંડલા તાલુકામાં સૌથી વધુ 12 એમ.એમ. વરસાદ નોંધાયો છે.