અમરેલી જિલ્લામાં 144 ની કલમ લાગુ

  • અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એ.બી.પાંડોર દ્વારા જાહેરનામું બહાર પડાયું
  • 4 થી વધુ લોકો અને એકઠા થવા પર પ્રતિબંધ : સભા, સરઘસ, ધાર્મિક સાંસ્કૃતિક મેળા ઉપર પ્રતિબંધ : માસ્ક ફરજિયાત : તા.31 ઓગસ્ટ સુધી જાહેરનામું લાગું

અમરેલી,
અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એ.બી.પાંડોર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે અને અમરેલી જિલ્લામાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે 4 થી વધુ લોકો અને એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવી સભા, સરઘસ, ધાર્મિક સાંસ્કૃતિક મેળા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તથા જિલ્લામાં માસ્ક ફરજિયાત અને 6 ફુટનું અંતર તથા થુંકવાની મનાઇ કરાઇ છે તા.31 ઓગસ્ટ સુધી જાહેરનામું લાગું થશે.