અમરેલી જિલ્લામાં 147ને નશો કરેલ હાલતમાં ઝડપી લીધા

અમરેલી,
અમરેલી જીલ્લા પોલીસની ડ્રીંકસ એન્ડ ડ્રાઇવ દરમિયાન 147 લોકોને નશો કરેલ હાલતમાં ઝડપી પાડયા હતા. અમરેલી જીલ્લામાં 27 સ્થળોએ પોલીસે દેશી દારૂના દરોડાઓ પાડી મહિલાઓ સહિત 20 શખ્સોને 63લી. રૂા. 1400/- ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.
અમરેલી જીલ્લામાં ડ્રીંકસ એન્ડ ડ્રાઇવ દરમિયાન 147 લોકોને નશો કરેલ હાલતમાં પોલીસે ઝડપી લઇ જેલની હવા ખવડાવી નશો ઉતારીયો હતો. જયારે જીલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાયની સુચના મુજબ અમરેલી જીલ્લામાં પ્રોહીની બદીને નેસ્ત નાબુદ કરવા અપાયેલ સુચના મુજબ જીલ્લામાં જુદા – જુદા 27 સ્થળોએ પોલીસે દેશી દારૂના દરોડાઓ પાડીને કુલ 63 લી. દેશી દારૂ રૂા. 1411/- ના મુદામાલ સાથે મહિલાઓ સહિત 20 શખ્સોને ઝડપી પાડયા હતા. અમરેલી બહારપરા ખાટકી વાડ પાસે અચલારામ અનુપારામ પઢીયાર રહે. ઇશ્ર્વરીયા વાળાને 5 લી. દેશી દારૂ રૂા. 100/- , ખાંભાના ધૂંધવાણામાં વિજય જીવરાજ ચાવડાને 4 લી. દેશી દારૂ રૂા. 90/-, બગસરાના સમઢીયાળામાં જયસુખ વલ્લવભ ચારોલીયાને દેશી દારૂ 5 લી. રૂા 120/-, મરીન પીપાવાવના ભેરાઇમાં બલનશા સુંદરશાના ઘરેથી દેશી દારૂ 10 લી. રૂા. 225/- તેમજ લાઠીના ટોડામાં અજુબેન રસુલભાઇ વાઘેલાને દેશી દારૂ 3 લી. રૂા. 78/- ના મુદામાલ સાથે ઝડપી પાડેલ.