અમરેલી જિલ્લામાં 15 દિવસમાં 17 શખ્સોને સટ્ટો રમતા પકડી પાડયા

  • આઇપીએલ ક્રિકેટ મેચ 19-10 થી શરૂ થયા બાદ આજ સુધીમાં

અમરેલી,
આઇપીએલ ક્રિકેટ મેચ શરૂ થઇ ત્યારથી છેલ્લા 15 દિવસમાં જુદા જુદા છ સ્થળોએ પોલીસે દરોડા પાડી 17 શખ્સોને જુગાર રમતા પકડી પાડી રૂપિયા અઢી લાખ ઉપરાંતનો મુદામાલ કબજે લીધો છે.આઇપીએલ ક્રિકેટ મેચ 19-10 થી શરૂ થયા બાદ અમરેલી જિલ્લામાં પણ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડવા સટ્ટોડીયાઓ સક્રિય બન્યા બાદ પોલીસ દ્વારા તા.22-10 થી તા.6-11 સુધીમાં છ સ્થળોએ દરોડાઓ પાડીને દામનગરનાં રાભડા ચોકડી પાસે સટ્ટો રમાડતા તા.22-10 નાં રૂા.4650 સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. અમરેલીમાં તા.23-10નાં બે શખ્સોને રૂા.27000નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં હતાં. અમરેલીમાં તા.24-10નાં બે સ્થળોએ આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા ચાર શખ્સોને રૂા.58,510 સાથે ઝડપી પાડ્યાં હતાં. લાઠીનાં ભીંગરાડ અને અમરેલીમાં આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા ચાર શખ્સોને તા.31-10નાં રૂા. 1,36,000નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં હતાં. લાઠીમાં તા.2-11નાં આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા પાંચ શખ્સોને રૂા.5220નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં હતાં તેમજ અમરેલીમાં આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા તા.6-11નાં એક શખ્સને રૂા.24,150નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. આમ જિલ્લામાં જુદા જુદા સ્થળોએ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા પોલીસે બાજ નજર રાખીને સટ્ટોડીયાઓને ઝડપી પાડ્યાં હતાં.