અમરેલી જિલ્લામાં 2 દિવસમાં કુલ 87ને ઇજા

અમરેલી,અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસમાં જુદા જુદા બનાવોમાં કુલ 87 ને ઇજાઓ થતા ઇમરજન્સી 108 દ્વારા સારવારમાં ખસેડવામાં આવેલ છે આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર અમરેલી જિલ્લાની 22 એમ્બ્યુલન્સ માં મકરસંક્રાંતિ ના દિવસે કુલ 87 જેટલા કેસ આવ્યા હતા અમરેલી શહેર માં પતંગ ની દોરી થી ઈજા પહોંચી હોય એવા 01 કેસ આવ્યો હતો તેમજ રોડ એક્સિડન્ટ ના 11 કેસ આવ્યા હતા સૌથી વધુ અમરેલી શહેર માં 05 જેટલા રોડ એક્સિડન્ટના કેસ નોંધાયા હતા અગાસી અથવા રોડ પર પડી જવાના પડી જવાના 03 કેસ નોંધાયા હતા મારામારી ના 03 કેસ નોંધાયા હતા.