અમરેલી જિલ્લામાં 2 વર્ષમાં સવા કરોડ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપાયો

  • 10262201 રૂપિયાના ગાંજો, ચરસ, અફીણ ઝડપાયા : 29 આરોપીની ધરપકડ બાકી વિધાનસભામાં અપાયેલી વિગતો

અમરેલી,ગુજરાતમાં કેફી દ્રવ્યો અંગે વિધાનસભામાં કોેગ્રેસના ધારાસભ્યોએ પ્રશ્ર્નો રજુ કરતા તેના ઉતરમાં મંત્રી શ્રી એ જણાવ્યુ કે રાજયમાં 2 વર્ષ માન 198.30.12.826 ની 15.58.65.199 વિદેશી દારૂની બોટલો અને રૂપિયા 3.62.92.833નો 34.72.722 લીટર દેશી દારૂ અને રૂપિયા 13.18.33.348ની 41.23.503 બિયરની બોટલો મળીને કુલ દેશી દારૂ અને બિયર મળી 215.14.39.007 ની કિંમતનો પકડાયેલ છે અને રૂપિયા 68.60.33.310 ની કિંમતનો અફીણ ગાંજો ચરસ ડોડવા પાઉડર હીરોઇન મેફડ્રોનનો જથ્થો પકડાયેલ છે જેમાં 4545 આરોપીઓની ધરપકડ બાકી છે 2020માં લોકડાઉનનીકારણે સોૈથી વધુ દારૂનો જથ્થો ઝડપાયો છે.આમ જયારે અમરેલી જિલ્લામાં 13591239 નો વિદેશી દારૂની 45935 બોટલો અને 684511 નો દેશી દારૂ લીટર 25942 તથા બિયર 186968 ની કિંમતનો 1822 ટિન આમ વિદેશી દેશી દારૂ બિયર રૂપિયા 14462718ની કિંમતનો જથ્થો સાથે અફીણ ગાંજો ચરસ ડોડા પાઉડર હેરોઇન મેફડ્રોનનો જથ્થો 10262201ની કિંમતનો પકડી પાડેલ છે અને બે વર્ષમા હજુ 29 આરોપીઓની ધરપકડ કરવાનું બાકી હોવાનું જણાવ્યુ હતું.