અમરેલી જિલ્લામાં 2 વર્ષમાં લુંટના 28 અને ખુનના 32 બનાવો બન્યા

  • ધાડના 10 ચોરીના 220 બળાત્કારના 62 અપહરણના 136 અને આત્મહત્યાના 368 બનાવો 47 આરોપીઓ પકડવાના બાકી : વિધાનસભામાં રાજ્યના ગૃહમંત્રીએ આપેલા પ્રશ્નોના ઉતરો

અમરેલી,
ગુજરાત રાજયમાં લુંટના 1520 ખુનના 1944, ધાડનના 370, ચોરીના 219995, બળાત્કારના 3095, અપહરણના 4829, આત્મહત્યાના 14410, ઘડફોડ ચોરીના 6190, રાયોટિંગના 2589, આકસ્મિક મોતના 27148, અપમૃત્યુના 41493 અને ખુનની કોશિશના 1853 બનાવો 2વર્ષમાં પોલીસના ચોપડે નોંધાયા છે જેમાં 4043 આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે .
અમરેલી જિલ્લાના વાત કરીએ તો અમરેલી જિલ્લામાં લુંટના 28 , ખુનના 32, ધાડના 10, ચોરીના 220, બળાત્કારના 62, અપહરણના 136 તથા આત્મહત્યાના 368 અને ઘડફોડ ચોરીના 398, રાયોટિંગના 42, આકસ્મિક મૃત્યુના 445 તથા અપમૃત્યુના 813 તથા ખુનની કોશિશના 62 બનાવો બન્યા હતા 2 વર્ષના આ બનાવોમાં હજુ 47 આરોપીઓને પકડવાના બાકી હોવાનું ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોના ઉતરમાં જણાવાયું હતું.