અમરેલી જિલ્લામાં 20 કોરોના પોઝિટિવ દર્દીઓના મોત

  • અમરેલીમાં કોરોનાનાં પોઝિટિવ દર્દીઓનાં મોતનું પ્રમાણ ઓછુ થયું 
  • ગાયત્રી મોક્ષધામમાં 6, મોટા આંકડીયામાં 5 મૃતદેહોના અંતિમ સંસ્કાર થયા : હોમ કવોરન્ટાઇનમાં રહેલા માણેકપરાના મહિલા દર્દીનું મૃત્યું : અમરેલી,બગસરાના પુરૂષ દર્દીઓની કબ્રસ્તાનમાં દફનવિધી
  • પ્રતાપપરા, ચિતલ રોડ, બગસરા, પાણીયા, ધારી, બાબરા, પીઠડીયા, જાળીયા, લીલીયા, અકાળા, બરવાળા, રાજુલા, જાફરાબાદમાં દર્દીઓના મોત : સાવરકુંડલામાં 4 અને રાજુલામાં 3 અંતિમવિધી થઇ

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોનાનાં મોતનું પ્રમાણ દર્દીની જેમ જ ઓછુ થઇ રહયુ છે આજે અમરેલીમાં 13 અને રાજુલામાં 3 તથા કુંડલામાં 4 મળી કુલ 20 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા.
અમરેલીના ગાયત્રી મોક્ષધામમાં 6, મોટા આંકડીયાના સ્મશાનમાં 5, એકની સમાધીવિધી, એકની દફનવિધી તથા રાજુલામાં રાજુલાના એક અને જાફરાબાદમાં બે ની અંતિમવીધી થઇ છે જ્યારે કૈલાશ મુક્તિધામમાં શહેરના માણેકપરા વિસ્તારમાં રહેતા 77 વર્ષના હોમ કવોરન્ટાઇન મહિલા દર્દી સહિત કોરોના ન હોય તેવા પાંચ લોકોની અને ગાયત્રી મોક્ષધામમાં કોરોના ન હોય તેવા ત્રણ લોકોની અંતિમ વિધી થઇ હતી.
આમ અમરેલી શહેરમાં કોરોના અને વગર કોરોનાનાં 10 શહેરીજનોના મૃત્યુ થયા છે આજે અમરેલીમાં પ્રતાપરાના વરૂડી રોડ પર રહેતા 49 વર્ષના પુરૂષ, ચિતલ રોડ ઉપર રહેતા 29 વર્ષના પુરૂષ, બગસરાના 79 વર્ષના મહિલા, પાણીયાના 82 વર્ષના પુરૂષ, ધારીના મહિલા, બાબરાના 42 વર્ષના મહિલા, પીઠડીયાના 38 વર્ષના મહિલા, જાળીયાના 34 વર્ષના પુરૂષ, લીલીયાના 38 વર્ષના મહિલા, અકાળાના 55 વર્ષના મહિલા, બરવાળાના 80 વર્ષના મહિલા તથા જાફરાબાદના 70 વર્ષના સ્ત્રી અને 64 વર્ષના પુરૂષ અને રાજુલાના 80 વર્ષના પુરૂષ દર્દી તથા સાવરકુંડલામાં 4 કોરોના પોઝિટિવ અને બે અન્ય મૃત્યુ થયા હતા. બગસરાના 42 વર્ષના પુરૂષની કબ્રસ્તાનમાં દફનવિધી થઇ હતી તથા અમરેલીના 55 વર્ષના પુરૂષ દર્દીની સમાધિ વિધી થઇ હતી.