અમરેલી જિલ્લામાં 20 હજાર હેક્ટરમાં ઘઉંનું વાવેતર

અમરેલી, અમરેલી જિલ્લાનાં કુલ 11 તાલુકાઓમાં એક પણ મોટો ઉદ્યોગ નથી તેમજ આ જિલ્લોમાં મોટા ભાગે લોકો ખેતી ઉપર નિર્ભર છે અને જ્યારે ચોમાસુ નબળુ જાય ત્યારે આ જિલ્લામાં ઘઉંનું, ચણાનું તેમજ અન્ય વાવેતર થઇ શકતુ નથી જ્યારે ચાલુ વર્ષે સારો એવો વરસાદ પડવાનાં કારણે કુલ 71 હજાર હેક્ટર જમીનમાંથી 20 હજાર હેક્ટર જમીન ઉપર ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે 17 હજાર 348 હેક્ટર જમીન ઉપર ચણાનું વાવેતર સાથો સાથ 16 હજાર 337 હેક્ટર જમીન ઉપર ઘાસ ચારાનું વાવેતર કરવામાં આવ્યં છે. જ્યારે આ વર્ષે રાઇ તેમજ તેલીબીયા જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું નથી. આ વર્ષે સૌથી વધ્ાુ વાવેતર જો કરવામાં આવ્યું હોય તો ધારી તાલુકામાં 2603 હેક્ટર જમીન ઉપર ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે.
જ્યારે સૌથી ઓછું વાવેતર લીલીયા તાલુકામાં 619 હેક્ટર જમીન પર ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી કચેરીનાં સુત્રોએ જણાવ્યું હતું.આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર અમરેલી જિલ્લો માત્રને માત્ર ખેતી પર આધારિત છે. સાથોસાથ આ જિલ્લામાં રાજુલા તાલુકાને બાદ કરતા એક પણ તાલુકામાં મોટા ઉદ્યોગો સ્થપાયા ન હોવાનાં કારણે આ જિલ્લાનાં લોકો મોટાભાગે ખેતી ઉપર નિર્ભર છે. ત્યારે ચાલુ વર્ષે એટલે કે, 2019-20માં કુલ 71 હજાર 562 હેક્ટર જમીનમાંથી 20 હજાર 979 હેક્ટર જમીન પર ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. તાલુકામાં જોઇએ તો અમરેલી તાલુકામાં 1805 હેક્ટર, લાઠી 1914, બાબરા 2602, કુંકાવાવ 1886, બગસરા 1575, ધારી 2603, ખાંભા 2512, રાજુલા 1988, જાફરાબાદ 805, સાવરકુંડલા 2670 હેક્ટર જમીન ઉપર ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે ઘાસચારાનું 1637 હેક્ટર જમીન પર ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધ્ાુ ખાંભા તાલુકામાં 3945, બાબરા તાલુકામાં 3500 હેક્ટર જમીન પર ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે સૌથી ઓછુ ઘાસચારાનું વાવેતર લીલીયા તાલુકામાં 356 હેક્ટર જમીન પર ઘાસચારાનું વાવેતર કરવામાં આવ્યું છે. આવી જ રીતે સૌથી વધ્ાુ ચણાનું વાવેતર ધારી તાલુકામાં 5553 હેક્ટર જમીન, સાવરકુંડલા તાલુકામાં 2877, અમરેલી તાલુકો 842, કુંકાવાવ 1400, બાબરા 1796, બગસરા તાલુકો 1030 હેક્ટર જમીન પર ચણાનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે જીરાનું વાવેતર સૌથી વધ્ાુ બાબરા તાલુકામાં 2402 અને સૌથી ઓછુ લીલીયા તાલુકામાં 20 હેક્ટર જમીન પર જીરાનું વાવેતર કરવામાં આવ્યું છે. આમ જોએ તો અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે રાઇ, તેલીબીયા તેમજ તમાકુંના પાકનું વાવેતર કરવામાં આવતું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે સારો એવો વરસાદ પડવાના કારણે આ વર્ષે ઘઉંનું વાવેતર મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું છે.