અમરેલી જિલ્લામાં 206 વાહનચાલકોને રૂા.60 હજારનો દંડ

અમરેલી,

અમરેલી જિલ્લામાં વાહન ચાલકો હેલ્મેટ / સીટબેલ્ટ ન પહેરવાના કારણે જયારે ગંભીર અકસ્માતો સર્જાય છે ત્યારે વાહન ચાલકો ને ગંભીર ઇજા અને જાનહાની થવાના બનાવો બનતા હોય છે. જે અન્વયે અકસ્માતમાં ધટાડો કરવા સારૂ અને ટ્રાફીક નિયમોનું સધન અમલીકરણ કરવા સારૂ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહની સુચનાથી આજરોજ કલાક.17/00 થી કલાક.19/00 સુધી અમરેલી જિલ્લામાં ટ્રાફિક ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ જેમા હેલ્મેટ / સીટબેલ્ટ વગર ડ્રાઇવિગ કરતા વાહન ચાલકો કુલ- 206 વાહન ચાલકો મળી આવતા તેના વિરૂધ્ધ ધોરણસર ’કાર્યવાહી કરી જેઓ પાસેથી કુલ દંડ 60,000/- કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ એમ.વી.એક્ટ કલમ.207 મુજબ 10 વાહનો ડીટઈન કરવામા આવેલ છે.