અમરેલી જિલ્લામાં 221 જુગારીઓને પકડતી પોલીસ

અમરેલી,
અમરેલી જીલ્લામા ભીમ અગિયારસના કામમા રજા રાખી પટમા બાજી માંડવા આતુર બનેલા શકુનીઓ ઉપર જામેલી જુગારની બાજી પલ્ટાવવા અમરેલી જીલ્લા પોલિસ વડા હિમકરસિંહની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જીલ્લામા જુદા જુદા સ્થળોએ પોલિસે અવિરત દરોડાઓનો દોર ચાલુ રાખી 221 ખૈલેયાઓને રોકડ અને મોબાઈલ મળી રૂ/-5,43,090 ના મુદામાલ સાથે ઝડપી લઈ લોકઅપમા ધકેેલી દેવામા આવ્યા હતા.ચલાલા રેલ્વે ફાટક પાસે ઓસ્માન આદમભાઈ રાઠોડ, હિતેશ ભીખાભાઈ રાઠોડ સહિત ચાર શખ્સોને લોકરક્ષક મહેન્દ્રસિંહ સરવૈયાએ જાહેરમા હારજીતનો જુગાર રમતા રોકડ રૂ/-10,280 સાથે ચલાલા મફત પ્લોટ રણુજાધામ નારણભાઈ ખેતરીયાના મકાન પાસે ખુલ્લી જગ્યામા નરેશ રૂપાભાઈ ગોહિલ, નારણ હાદાભાઈ ખેતરીયા, કોૈશિક નારણભાઈ ખેતરીયા સહિત પાંચ શખ્સોને પો. કોન્સ નજુભાઈ વાળાએ રોકડ રૂ/-10,160 સાથે ,દામનગરના ઠાસા ગામે પ્લોટ વિસ્તારમા પંચાસરામા મઢ પાસે મહેશ બચુભાઈ પંચાસરા, જયસુખ બચુભાઈ પંચાસરા, રમેશ બચુભાઈ પંચાસરા , વલ્લભ લવજીભાઈ પંચાસરા સહિત સાત શખ્સોને પો. કોન્સ પ્રકાશભાઈ ધાધલાએ રોકડ રૂ/-7020 સાથે , ધારી પ્રેમપરા રામાપીર મંદિર પાસે હરેશ ધનજીભાઈ કણસાગરા, વિપુલ સુખાભાઈ બલદાણીયા સહિત ત્રણ શખ્સોને પો. કોન્સ આલીનભાઈ વાળાએ રોકડ રૂ/-11,420 સાથે, ધારી ના સરસીયાથી ખાચરીયા જતા રોડ ઉપર આવેલ સરસીયા ગામની સીમમા લાલજી વલ્લભભાઈ કોટડીયા , હિંમત રવજીભાઈ કોટડીયા, ધર્મેશ ઉર્ફે ઘેલો વલ્લભભાઈ સાંગાણી, પ્રફુલ નાનજીભાઈ ગેડીયા, રાજેશ જસાભાઈ સોનરાટ સહિત 8 શખ્સોને પો.કોન્સ રામકુભાઈ કહોરે રોકડ રૂ/-12,760 સાથે ,નાગેશ્રીના ભટવદર ગામે શિવમંદિરવાળી શેરીમા બાવળના ઝાડ નીચે ગૌરાંગ બાબુભાઈ બારૈયા, જયેશ માવજીભાઈ બારૈયા, લાલજી જીણાભાઈ સોલંકી , રમેશ ભીમાભાઈ દમણીયા સહિત 6 શખ્સોને પો. કોન્સ અનિલભાઈ દાફડાએ રોકડ રૂ/-11,240 સાથે, જાફરાબાદના લોઠપુરમા મિલન મનુભાઈ કવાડ , કનુ ઉકાભાઈ રાઠોડ સહિત ચાર શખ્સોને પો. કોન્સ ધર્મેન્દ્રભાઈ વાળાએ રોકડ રૂ/-10,160 સાથે, જાફરાબાદના મીતીયાળામા વિનુ ભીમભાઈ બાંભણીયા, શૈલેષ ભગવાનભાઈ બાંભણીયા સહિત ચાર શખ્સોને પો. કોન્સ ધર્મેન્દ્રભાઈ વાળાએ રોકડ રૂ/-12,190 સાથે, જાફરાબાદના ચિત્રાસર ગામે માયા માધાભાઈ બાંભણીયા , લાલા કાનાભાઈ બાંભણીયા સહિત 3 શખ્સોને પો. કોન્સ સંદિપભાઈ મકવાણાએ રોકડ રૂ/-3700 સાથે ,સાવરકુંડલા તાલુકાના બોઘડીયાળી ગામની સીમમા પ્રતિક ઉર્ફે, ડીે.જે. મોરલી કાળુભાઈ આંબલીયા ,અમિત કાંતિભાઈ ડોડીયા સહિત 4 શખ્સોને હે. કોન્સ રાજદીપસિંહ સરવૈયાએ રોકડ રૂ/-10,340 સાથે , સાવરકુંડલા તાલુકાના ઘાંડલા ગામે મફતપરા વિસ્તારમા સુખા આતુભાઈ કલસરીયા , હરેશ પ્રવિણભાઈ જોશી , કમલેશ મનજીભાઈ પરમાર , જય ભદ્રેશભાઈ જોશી , અનિરુધ્ધ મંગળુભાઈ વીંછીયા સહિત 7 શખ્સોને પો. કોન્સ સાદિકભાઈ નાડે રોકડ રૂ/-10,340 સાથે ,સાવરકુંડલા તાલુકાના ઓળીયા ગામથી નેસડી જવાના રસ્તે સીમ વિસ્તારમા ઉમેશ ભુરાભાઈ બગડા, કિરણ નરેશભાઈ રાઠોડ ,હસમુખ રામજીભાઈ પડાયા તખુ ગભરૂભાઈ ચાંદુ , ૠત્વિક અરવિંદભાઈ નંદાસીયા , મુકેશ બટુકભાઈ શેલાર , કેશુ મધ્ાુભાઈ સોલંકી, ભાવેશ પ્રભુદાસભાઈ ગોંડલીયા , વિપુલ રવજીભાઈ કુતાણા,સંજય વીજાભાઈ સોલંકી સહિત 10 શખ્સોને હે. કોન્સ યુવરાજસિંહ સરવૈયાએ રોકડ રૂ/- 15,430 સાથે ઝડપી પાડયા હતા. જયારે રેઈડ દરમ્યાન 9 શખ્સો પલાયન થઈ ગયા હતા.લાઠી ખોડીયાર નગરમા શરદ ચુનીભાઈ મકવાણા , મનિષ કાળુભાઈ જાદવ સહિત 4 શખ્સોને પો. કોન્સ.શૈલેષભાઈ કામળીયાએ રોકડ રૂ/-5640 સાથે, લાઠી તાલુકાના કેરાળા ગામે જયસુખ ઉકાભાઈ ભુવા , જીતેન્દ્ર ભીખાભાઈ પડસાળા, વિપુલ હમીરભાઈ સાટીયા, સુધિર કિશોરભાઈ અમરેલીયા, જયંતિ રામજીભાઈ ભીમાણી, દકુ પરષોતમભાઈ જોગાણી સહિત 11 શખ્સોને એ.એસ.આઈ.સંજયભાઈ કટારીયાએ રોકડ રૂ/-13,910 સાથે,લાઠીના જાનબાઈની દેરડી ગામની સીમમા જયસુખ મગનભાઈ ચૌહાણ , ગોવિંદ શંભુભાઈ ખસીયા, સંજય સમરશીભાઈ ચોૈહાણ , શૈલેશ જીણાભાઈ મકવાણા સહિત 6 શખ્સોને પો.કોન્સ સુનિલભાઈ રાઠોડે રોકડ રૂ/-12,920 સાથે,લાઠીના ભીગરાડ ગામે ભુપેન્દ્ર અરવિંદભાઈ સાંથળા , જમાલ અબ્દુલભાઈ વિઠલાણી, પારસ , દિનેશભાઈ ઘાટલીયા સહિત 6 શખ્સોને અમરેલી એલસીબીના હે. કોન્સ મનિષભાઈ જાનીએ રોકડ રૂ/-24,300 તથા 6 મોબાઈલ રૂ/-30,000 મળી કુલ રૂ/-54,300 ના મુદામાલ સાથે, લાઠીમા રમેશ બોઘાભાઈ મકવાણા , પ્રકાશ નાથાભાઈ કાનાણી સહિત 4 શખ્સોને હે. કોન્સ. હસમુખભાઈ ખુમાણે રોકડ રૂ/-6010 સાથે , બગસરા જીમપરા વિસ્તારમા દડુ છગનભાઈ ઝીઝુંવાડીયા ,સતાર સુલેમાન કાળવાતર સહિત 4 શખ્સોને પો. કોન્સ. અજયદાન લાંગાવદરાએ રોકડ રૂ/-12,830 સાથે ,બગસરા તીરૂપતિ સોસાયટીમા દેવશી મેઘાભાઈ ગોહિલ , ભાયા નનુભાઈ ત્રાડ , વિનોદરાય કાનજીભાઈ માળવી , કિશોર ભીખાભાઈ સુમકીયા , દિનેશ કનાભાઈ, ઝાપડા , મંગા દાનાભાઈ માટીયા સહિત 9 શખ્સોને હે.કોન્સ . રવિદાન સુરુએ રોકડ રૂ/-15,700 સાથે,સાવરકુંડલા મારૂતિનગર સોસાયટીમા દિપક અશોકભાઈ પરમાર, સંદિપ ધીરૂભાઈ મૈસુરીયા સહિત 3 શખ્સોને પો. કોન્સ. નાગજીભાઈ પરમારે રોકડ રૂ/-5120 સાથે,સાવરકુંડલા વિધ્ાુતનગર આનખની હોસ્પિટલ પાસે વિજય ધીરૂભાઈ ભાલીયા, રાહુલ મનસુખભાઈ લાલકીયા સહિત 3 શખ્સોને પો. કોન્સ ધર્મેશભાઈ રાઠોડે રોકડ રૂ/-6750 સાથે, સાવરકુંડલા શ્રમજીવી નગરમા સ્મશશાન પાસે મંગળુ ભાણભાઈ વીંછીયા , જયરાજ આપાભાઈ ધાધલ, ધીરૂ ભગુભાઈ બોરીચા, ચંપુ બાલુભાઈ ખુમાણ સહિત 6 શખ્સોને પો.કોન્સ . ગૌરવભાઈ બોદરે રોકડ રૂ/-17,280 સાથે, સાવરકુંડલા હાથસણી રોડ અંબિકા સોસાયટીમા નિતિન ભુપતભાઈ મકવાણા, ઘનશ્યામ ભીખાભાઈ સુરાચંદા સહિત 3 શખ્સોને હે.કોન્સ . ખોડુભાઈ કામળીયાએ રોકડ રૂ/-3140 સાથે, સાવરકુંડલા કેવડાપરા ગોૈશાળા પાસે ડાયા વશરામભાઈ ધાખડા , જગદીશ ભુરાભાઈ પરમાર, વિનુ પુનાભાઈ વિશોથીયા , અશ્ર્વિન બાબુભાઈ સોલંકી સહિત 6 શખ્સોને હે.કોન્સ અમાનભાઈ કાજીએ રોકડ રૂ/- 10,800 સાથે , બાબરા તાલુકાના નડાળા ગામે અનિલ નાનજીભાઈ પરમાર, નાનજી પુનાભાઈ પરમાર સહિત 4 શખ્સોને પો.કોન્સ સુધિરભાઈ સાંખટે રોકડ રૂ/-5550 સાથે, બાબરાના દેવળીયા ગામે સંજય ગોરધનભાઈ ડાભી, નનુ લખમણભાઈ સરવાળીયા, વિનુ પરષોતમભાઈ સરવાળીયા, મનસુખ કાંતીભાઈ ઝાપડીયા સહિત 8 શખ્સોને એ.એસ.આઈ. જયદેવભાઈ હેરમાએ રોકડ રૂ/-27,430 સાથે, બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે કિશોર ગોવિંદભાઈ માધડ , હસમુખ અમરૂભાઈ વાળા, ભુપત ભીખુભાઈ ભુવા , વિનુ વિઠલભાઈ વઘાસીયા , ઝવેર ચકુભાઈ લુણાગરીયા , વિરકુ બાવકુભાઈ ઝેબલીયા સહિત 9 શખ્સોને પો. કોન્સ. મહાવીરસિંહ સિંધવે રોકડ રૂ/-42,520 સાથે ,બાબરા તાલુકાના કીડી ગામે સંજય ગોરધનભાઈ ડાભી, નનુ લખમણભાી સરવાળીયા, વિનુ પરષોતમભાઈ સરવાળીયા,મનસુખ કાંતિભાઈ ઝાપડીયા, આશિષ કરશનભાઈ ડાભી સહિત 8 શખ્સોોને . પો. કોન્સ . તુષારભાઈ પંડયાએ રોકડ રૂ/-15,270 સાથે, બાબરા તાલુકાના વલારડી ગામે દિલિપ ભીમજીભાઈ પ્રજાપતિ , કાળુ શંભુભાઈ રાછડીયા, કલ્પેશ ભુપતભાઈ કાવઠીયા સહિત 5 શખ્સોને પો.કોન્સ. પ્રકાશભાઈ દરૈયાએ રોકડ રૂ/-34200 સાથે, બાબરામા લખુ બચુભાઈ ચાવડા, ચંદુ મનજીભાઈ મકવાણા સુનિલ ચંદુભાઈ મકવાણા સહિત 6 શખ્સોને પો .કોન્સ. રવિરાજસિંહ સરવૈયાએ રોકડ રૂ/-11540 સાથે ,બાબરામા રાજેશ ઉર્ફે , રાજુ રવજીભાઈ નાકરાણી , લખમણ રાણાભાઈ નગવાડીયા, અનિલ હકુભાઈ ડણીયા, સહિત 5 શખ્સોને પો. કોન્સ ધનજીભાઈ પરમારે રોકડ રૂ/-11,380 સાથે , અમરેલી તાલુકાના ચિતલ ગામે ખીજડીયા જવાના માર્ગે આવેલ સીમમા સંજય વિઠલભાઈ પાનેલીયા ,હરેશ મનસુખભાઈ પાનેલીયા સહિત 4 શખ્સોેને પો .કોન્સ. મેહુલભાઈ ડાભીએ રોકડ રૂ/-23850 સાથે, વંડાના ખાચરીયા ગામે રામાણી શેરીમા રેવા સીંધાભાઈ શીરોયા, શૈલેશ શીવાભાઈ રામાણી, ફીરોજ દનભાઈ જોગીયા , સુખા સુરાભાઈ સોરીયા, મુકેશગીરી કેશુગીરી ગૌસ્વામી સહિત 8 શખ્સોને પો. કોન્સો કુલદીપભાઈ ગરૈયાએ રોકડરૂ/-13,300 સાથે , વંડાનો ઠવી ગામે મફત પરામા અરૂણ ભાયલાલભાઈ પરમાર , સંજય ભાયલાલભાઈ પરમાર, પરેશ પરષોતમભાઈ પરમાર, જગદીશ કાંતીભાઈ પાટડીયા , મહેશ બાબુભાઈ ડાભી સહિત 8 શખ્સોને પો. કોન્સ કુલદીપભાઈ ગરૈયાએ રોકડ રૂ/-12,840 સાથે, વંડાના ઠવી ગામે જગદીશ ભલાભાઈ બામ્બા , રાજેશ ગભરૂભાઈ ચૌહાણ , મુન્ના કટાભાઈ ચૌહાણ , રોહિત દેવશીભાઈ પાટડીયા સહિત 8 શખ્સોને હે. .કોન્સ. સંજયભાઈ કામળીયાએ રોકડ રૂ/-11,300 સાથે, ખાંભા તાલુકાના નીંગાળા -2 ગામે હનુમાન ગલીમા ચંપુ વલકુભાઈ ધસુંબા , રહીમ ઈશાભાઈ બાનવા ,ભરત રણછોડભાઈ બારૈયા , કેશુ રાઘવભાઈ વણજારા , ગોબર મેપાભાઈ જોગરાણા સહિત 7 શખ્સોને પો .કોન્સ મનિષભાઈ ઝાલાએ રોકડ રૂ/-17,290 સાથે , અમરેલી અંબિકા નગર શેરી. નં. 3 મા પ્રકાશ ઉર્ફે , લાલુ ખોડાભાઈ રાઠોડ , અશોક ઉર્ફે , ગોળી પોપટભાઈ મકવાણા , બિપિન પોપટભાઈ મકવાણા , ધર્મેશ અરવિંદભાઈ જોગરાજીયા , સુનિલ મનસુખભાઈ ડાભી, સની દિનેશભાઈ સાવલીયા, કિરીટ દિનેશભાઈ સોલંકી સહિત 11 શખ્સોને એ.એસ.સાઈ. હરેશસિંહ પરમારે રોકડ રૂ/-27,030 સાથે ઝડપી પાડયા હતા.