અમરેલી જિલ્લામાં 23 કરોડની મીલકત ટાંચમાં લેવા હુકમ

અમરેલી,બેન્કોમાંથી ધિરાણ લઇ નાણા ચુકવવામાં નિષ્ફળ ગયેલા ઉદ્યોગો સામે કલેકટરશ્રી આયુષકુમાર ઓક સમક્ષ થયેલી ફરિયાદને પગલે કાર્યવાહી કરાઇ હતી અને તેમા અમરેલી જિલ્લામાં 23 કરોડની મીલકત ટાંચમાં લેવા હુકમ કરાયો હોવાનું જાણવા મળેલ છે.
સુત્રોમાંથી જાણવા મળતી માહીતી મુજબ બગસરા, ધારી, બાબરા, લાઠી વિસ્તારમાં કુલ છ ઉદ્યોગોએ બેન્કમાંથી ધિરાણ લઇ અને ચુકવણુ ન કરતા તમામ સામે કલેકટરશ્રી સમક્ષ મીલકત ટાંચમાં લેવાની દરખાસ્ત થયેલહતી જેમા બગસરાની અમર ઇન્ડસ્ટ્રીઝ, ધારીના શ્રીનાથ કોટન, ચારભુજા ઇન્ડસ્ટ્રીઝ,બાબરાની અમીધારા કોટન, તથા માનસ ઇન્ડસ્ટ્રીઝ અને મારુતીનંદન કોટનનો સમાવેશ થતો હોવાનું જાણવા મળેલ છે
સુત્રોએ જણાવેલ કે આ ઉદ્યોગો સામે કાર્યવાહી થઇ રહી છે.