અમરેલી જિલ્લામાં 24 કલાકમાં 1247 લોકોને વેક્સીન અપાઇ

  • અમરેલી જિલ્લામાં કોરોનાનાં વધુ પાંચ કેસ નોંધાયા

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોનાનાં વધુ પાંચ કેસ નોંધાયા છે અને કોરોના સારવાર હેઠળ 31 દર્દીઓ છે જ્યારે બે દર્દીઓના સારૂ થઇ જતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે આજ સુધીમાં કોરોનાનાં મોતનો આંકડો 41 છે કુલ 3807 દર્દીઓ આજ સુધીમાં નોંધાયા છે તેમ આરોગ્ય સુત્રોમાંથી જાણવા મળ્યુ છે બીજી તરફ તંત્ર દ્વારા વેક્સીનની પ્રક્રિયાને વેગવંતી બનાવાઇ છે આજે અમરેલી જિલ્લામાં 1247 લોકોને વેક્સીન અપાઇ હતી તા.16 જાન્યુઆરીથી આજ સુધીમાં કુલ 3035 લોકોને વેક્સીનથી રક્ષીત કરવામાં આવ્યા છે.

અમરેલીના ડેન્ટીસ્ટ ડો. ઉનડકટે વેક્સીન લીધી
અમરેલીના જાણીતા ડેન્ટીસ્ટ ડો. ઉનડકટે કોરોના સામે પ્રતિકાર માટે વેક્સીન લીધી હતી અને મિત્રોને પણ વેક્સીન લેવા અનુરોધ કર્યો હતો તસ્વીરમાં વેક્સીન લઇ રહેલા ડો. ઉનડકટ નજરે પડે છે.