અમરેલી,
ભારત મૌસમ વિભાગ, અમદાવાદ પાસેથી મળેલ માહીતી અનુસાર આગામી 24 કલાકમાં અમરેલી જીલ્લામાં છુટા છવાયા વિસ્તારોમાં વરસાદ અને ગાજવીજ સાથે કરા પડવાની શક્યતા છે કરા વૃષ્ટિ થયા પહેલા શું કરવું? પશુઓને પાકા શેડમાં બાંધવા અને ખુલ્લામાં રહેવાનું ટાળવું, પાકા મકાનનો આશરો લેવો. શાકભાજી અને ફળપાકોના રક્ષણ માટે નાયલોન ઝાળીથી પાકને ઢાંકી દેવા. નાના ફળપાકો અને શાકભાજી પાકોને યાંત્રિક ટેકા બાંધવા. કાપણી થઇ ગયેલા પાકોને સલામત સ્થળે પહોચાડવા. ખેતરમાંથી વધારાના પાણીના નિકાલની વ્યવસ્થા કરવી. અને કરા વૃષ્ટિ થયા બાદ શું કરવું? બગીચામાંથી કચરો અને પડી ગયેલા ફળોને સાફ કરવા અને રોગજીવાત ના વધુ ફેલાવાને ટાળવા માટે છોડની તૂટેલા ડાળીઓ અને પાનને દુર કરો. જો પાકને ખાતર આપવામાં આવ્યું ન હોય, તો અસરગ્રસ્ત પાકને ભલામણ મુજબ ખાતર આપવું. ઝાડને થયેલ ઈજાઓ પર યોગ્ય ભલામણ કરેલ ફૂગનાશકનો છંટકાવ કરવો વસંતતુમાં નુકસાન પામેલા ઝાડને ઉનાળામાં ટકી રહેવા માટે તેની આસપાસ આચ્છાદિત (મલ્ચીંગ) પાક જેવા કે શણ, ઇકડ, ગુવાર કે મગનું વાવેતર કરવું.