અમરેલી જિલ્લામાં 24 પોઝિટિવ : વધુ 21 શંકાસ્પદ દાખલ

  • અમરેલીનું ગજેરાપરા આજથી બે દિવસ માટે સીલ : માત્ર દુધ, શાકભાજી અને મેડીકલ ખુલ્લા રહેશે
  • અમરેલી કલેકટરે જાહેરનામુ બહાર પાડી ગજેરાપરાને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યો
  • બગસરામાં 4,ધારીમાં 2,જંગરમાં 2,જાફરાબાદમાં 3,અમરેલીમાં 4,કૃષ્ણગઢ, સીમરણ, ગોવિંદપુર, દુધાળા,ગમા પીપળીયા,કેરાળા,હડાળા,કુંડલા, ભાવરડીમાં પોઝિટિવ કેસ
  • 24 તારીખે સાંજ સુધીમાં 411 શંકાસ્પદ દર્દીઓનાં રિપોર્ટ ભાવનગરમાં પેન્ડીંગ છે
  • સુરત, અમદાવાદ, મુંબઇથી 1039 લોકો આવ્યા : 37 બિમારીવાળા નીકળ્યા : શુક્રવારે અમરેલીના ક્રિષ્નાપાર્ક, દામનગરમાં 3, ઇંગોરાળા, અમરેલીના તારવાડી, બાબરાના થોરખાણ, વડીયા, મોટાકણકોટ, ધારીના ડાંગાવદરનાં શંકાસ્પદ દર્દીઓને દાખલ કરાયા : 24 પોઝિટિવ કેસમાંથી 15 દર્દીઓ 40 વર્ષની નીચેના

અમરેલી,(ડેસ્ક રિપોર્ટર)
અમરેલી જિલ્લામાં કોરોનાને કારણે તંત્રની દોડધામ વધી છે અને કોરોનાનું સંક્રમણ પણ વધી રહયુ છે જ્યાં ત્રણ મોત અને છ થી વધુ પોઝિટિવ કેસ આવ્યા છે તે અમરેલી શહેરનું ગજેરાપરા આજથી બે દિવસ માટે સીલ કરી દેવામાં આવ્યુ છે અને અહીં માત્ર દુધ, શાકભાજી અને મેડીકલ ખુલ્લા રહેશે.
અમરેલી કલેકટરે જાહેરનામુ બહાર પાડી ગજેરાપરાને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યો છે કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા એપેડેમીક ડીસીઝ એક્ટ મુજબ ગજેરાપરામાં ઉતર દિશામાં સાંઇબાબાના મંદિરવાળી શેરીથી હરીયાલાના નાલા સુધીનો વિસ્તાર તથા દક્ષિણે અર્બન હેલ્થ સેન્ટરથી સરદારનગર શરૂ થતાના ચાર રસ્તા સુધી અને પુર્વમાં રણછોડનગરની શેરીથી સાંઇબાબાના મંદિર વાળી શેરી સુધીનો વિસ્તાર અને પશ્ર્ચિમ દિશામાં હરીયાલાના નાલાથી અર્બન હેલ્થ સેન્ટર સુધીના પુર્વ તરફના વિસ્તારનો સમાવેશ થાય છે આ હુકમથી અમલવારી 25-7 ના 0 કલાકથી 26-7 ના 24 કલાક સુધી બંને દિવસ અમલ કરવો રહેશે દરમિયાન આજે અમરેલી જિલ્લામાં 24 પોઝિટિવ નોંધાયા છે અને વધ્ાુ 21 કોરોનાનાં શંકાસ્પદ દર્દીઓ દાખલ થયા છે.
આજે શુક્રવારે લાઠીના કૃષ્ણગઢ 37 વર્ષીય પુરૂષ,સાવરકુંડલાના સીમરણ ગામના 45 વર્ષીય પુરૂષ,ધારીના ગોવિંદપુરના 35 વર્ષીય પુરૂષ,લાઠીના દુધાળાના 35 વર્ષીય પુરૂષ,બાબરાના ગમાપીપળીયાના 38 વર્ષીય પુરૂષ,બગસરા નટવરનગરના 35 વર્ષીય પુરૂષ,બગસરા દલાલચોકના 50 વર્ષીય પુરૂષ,બગસરાના હડાળાના 38 વર્ષીય પુરૂષ,બગસરાના હુડકોના 38 વર્ષીય પુરૂષ,ધારી અજંતા સોસાયટી 37 વર્ષીય મહિલા,ધારી અજંતા સોસાયટી 38 વર્ષીય પુરૂષ,અમરેલી દ્વારકેશ નગર 46 વર્ષીય પુરૂષ,કુંકાવાવના જંગરના 70 વર્ષીય પુરૂષ,કુંકાવાવના જંગરના 14 વર્ષીય કિશોરી,જાફરાબાદના 35 વર્ષીય મહિલા,જાફરાબાદની 86 વર્ષીય મહિલા,જાફરાબાદના 40 વર્ષીય પુરૂષ,અમરેલી શ્યામનગર લીલીયા રોડના 13 વર્ષીય બાળક,અમરેલી હનુમાન પરા ગોકુલ ગાર્ડન 65 વર્ષીય પુરૂષ,લાઠીના કેરાળાના 61 વર્ષીય પુરૂષ,અમરેલીના ચિતલ રોડ ગુરૂકૃપા નગરના 39 વર્ષીય પુરૂષ,બગસરાના હડાળાના 60 વર્ષીય મહિલા,સાવરકુંડલા ગણેશવાડી હાથસણી રોડ 36 વર્ષીય પુરૂષ,ખાંભાનાં ભાવરડીમાં 50 વર્ષના મહિલાનો પોઝિટિવ કેસમાં સમાવેશ થાય છે
આજે 24 તારીખે સાંજ સુધીમાં 411 શંકાસ્પદ દર્દીઓનાં રિપોર્ટ ભાવનગરમાં પેન્ડીંગ છે અને ચાવંડ ચેકપોસ્ટ ઉપર સુરત, અમદાવાદ, મુંબઇથી 1039 લોકો આવ્યા છે તેમાંથી 37 બિમારીવાળા નીકળ્યા છે અને શુક્રવારે અમરેલીના ક્રિષ્નાપાર્ક, દામનગરનાં વેલસીબાપાના જીન પાસે 3, ઇંગોરાળા, અમરેલીના તારવાડી ક્વાર્ટર, દામનગરની પટેલ શેરી, બાબરાના થોરખાણ, વડીયા, મોટાકણકોટ, ધારીના ડાંગાવદરનાં, દામનગરનું હજીરાધાર, ચલાલાનું દીતલા, બગસરાનું પીઠડીયા, અમરેલીના બહારપરા, ખાંભા, લાઠીના શેખપીપરીયા, સાવરકુંડલા હાથસણી રોડ, કુંકાવાવના ઘનશ્યામનગર, બગસરાની સ્વામી વિવેકાનંદ સોસાયટી, ચાંપાથડ, જાફરાબાદ, રામ મંદિર મફત પ્લોટ વિસ્તારના શંકાસ્પદ દર્દીઓને દાખલ કરાયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે આવેલા કોરોનાનાં 24 પોઝિટિવ કેસમાંથી 15 દર્દીઓ 40 વર્ષની નીચેની વયના છે.