અમરેલી જિલ્લામાં 26મીથી છુટા છવાયા વરસાદની આગાહી

અમરેલી,
જીલ્લા કૃષિ હવામાન એકમ ઘછસ્ેં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમરેલી દ્વારા કરવામાં આવેલ આગાહીમાં જણાવેલ છે કે,  અમરેલી જીલ્લામાં આગામી 5 દિવસ દરમિયાન હવામાન ભેજવાળું અને વાદળછાયું રહેવાની શક્યતા છે. મહત્તમ તાપમાન 35-36 ઓસે અને લઘુત્તમ તાપમાન 25-26 ઓસે જેટલું રહેવાની શક્યતા છે. તા. 24-25 જૂન દરમિયાન જીલ્લામાં અમુક વિસ્તારોમાં ઓછી શક્યતા સાથે ખુબ હળવા થી હળવા, અને તા. 26 થી 28 જૂન દરમિયાન છુટા છવાયા વિસ્તારોમાં હળવા વરસાદની શકયતા છે. પવનની ગતિ મહત્તમ પવનની ગતિ સામાન્ય કરતા વધુ, અંદાજીત 21-27 કિમી/કલાક સુધી ની રહેવાની શક્યતા છે. પવનની દિશા પશ્ચિમ-નૈત્ય રહેવાની શક્યતા છે અને નૈૠત્ય  ચોમાસું આજે 23 જુને કર્ણાટક, મહારાષ્ટ્રના અમુક ભાગો, ઉત્તર પ્રદેશમાં આગળ વધ્યું છે, આગામી 3-4 દિવસમાં ચોમાસું મહારાષ્ટ્રના બાકીના વિસ્તારોમાં, તેમજ કર્ણાટક અને તેલંગાણામાં આગળ વધે તેવી શક્યતા છે.આગોતરું અનુમાન મુજબ  તા. 29 જુન થી 03 જુલાઈ 2023 દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં હવામાન ભેજવાળું અને આંશિક વાદળછાયું રહેવાની શક્યતા છે.