- રાજ્યનાં શિક્ષણ વિભાગે સ્વનિર્ભર શાળાઓને કોઇ પણ પ્રકારની ફી વસુલવા પ્રતિબંધ મુકતા
- ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ઓનલાઇન શૈક્ષણિક કાર્ય બંધ કરવા નિર્ણય લેવાતા આજે 23 મી થી રાજ્યની સાથે અમરેલી જિલ્લાની 272 શાળાઓમાં ઓનલાઇન શૈક્ષણિક કાર્ય ઠપ્પ થઇ ગયું
અમરેલી,(ડેસ્ક રિપોર્ટર)
રાજ્યનાં શિક્ષણ વિભાગે સ્વનિર્ભર શાળાઓને કોઇ પણ પ્રકારની ફી વસુલવા પ્રતિબંધ મુકતા રાજ્યની સાથે અમરેલી જિલ્લામાં 272 સ્વનિર્ભર શાળાઓને તાળા લાગ્યા છે.
શ્રી હસમુખ પટેલે જણાવ્યુ છે કે ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ઓનલાઇન શૈક્ષણિક કાર્ય બંધ કરવા નિર્ણય લેવાતા આજે 23 મી થી રાજ્યની સાથે અમરેલી જિલ્લાની 272 શાળાઓમાં ઓનલાઇન શૈક્ષણિક કાર્ય ઠપ્પ કરી દેવામાં આવશે.