અમરેલી જિલ્લામાં 280 પશુ લમ્પીના ભરડામાં : બે મોત

અમરેલી,સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસના હાહાકાર વચ્ચે લાંબા સમય સુધી મુક્ત રહેલો અમરેલી જિલ્લા પણ હડફેટે ચડ્યો છે અન્ો બાબરા બાદ અમરેલી તથા લીલીયા તાલુકામાં પણ પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો મળી આવતા પશુપાલન વિભાગની ટીમો દોડી ગઈ હતી અને રસીકરણ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.અમરેલી જિલ્લામાં બાબરા તાલુકાથી પશુઓમાં લમ્પી વાયરસના કેસો આવવાની શરુઆત થયા બાદ કેસોમાં સતત વધારો થઈ રહૃાો છે અને અત્યાર સુધીમાં 280 કેસો નોંધાયા છે. એક પછી એક વધારાના ગામોમાં પણ આ વાયરસ ફેલાઈ રહૃાો હોવાથી પશુપાલકોમાં ભારે ચિંતાનો માહોલ છે. આ અંગે અમરેલી જિલ્લા પંચાયત પશુપાલન વિભાગ દ્વારા મળતા આંકડાઓ મુજબ બાબરા તાલુકાના ઈશ્ર્વરીયા, નાની કુંડળ, કરીયાણા, ખંભાળા, સુખપર, લાલકા, સમઢિયાળા, અમરેલી તાલુકાના ઈશ્ર્વરીયા અને પ્રતાપપરા તેમજ લીલીયા તાલુકાના ખરા ગામે લમ્પી વાયરસ ફેલાયો છે અને તેને રોકવા માટે પશુપાલન વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં પશુઓનું રસીકરણ કરવામાં આવી રહૃાું છે. બાબરા તાલુકાના ઈશ્ર્વરીયામાં 9પ, નાની કુંડળમાં ર9, કરીયાણમાં 65 લીલીયાના ખારામાં 41 ત્ોમજ પછીના દિવસ્ો વધુ 50 કેસો મળીને સત્તાવાર રીતે ર80 કેસો નોંધાયા છે. આ ઉપરાંત અમરેલીના ઈશ્ર્વરીયા પ્રતાપપરા, બાબરાના સમઢિયાળા, લાલકા, સુખપુર, ખંભાળામાં પણ પશુઓમાં આ પ્રકારના લક્ષણો જોવા મળ્યા છે પણ સત્તાવાર રીતે કોઈ કેસ નોંધાયો નથી. અત્યાર સુધીમાં લમ્પી વાયરસના કારણે અમરેલી જિલ્લામાં બ્ો પશુઓના મોત થયા છે.પશુપાલન વિભાગ દ્વારા ગાયો અને બળદૃોમાં “સરેલા આ રોગચાળાને નાથવા માટે રસીકરણ સહિતની કામગીરી શરુ કરવામાં આવી છે જેમાં અમરેલી જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારમાં અત્યાર સુધીમાં 5813 ગૌવંશ, 1937 ભેંસો મળીને કુલ 7750 પશુઓનું રસીકરણ કરાયું છે. જિલ્લામાં કુલ અસરગ્રસ્ત ગામોમાં પશુધનની સંખ્યા 13372 છે. અમરેલી જિલ્લામાં બાબરા તાલુકાનાં ઇશ્ર્વરીયા, નાની કુંડળ, કરીયાણા ગામમાં પશુઓમાં લમ્પી વાયરસનાં સાત કેસ જ્યારે લીલીયાનાં ખારા અને ઢાંગલામાં 30 કેસ, લાઠનાં દામનગરમાં 9 કેસ મળી વધ્ાુ 46 કેસ નોંધાયા હતાં.