અમરેલી જિલ્લામાં 32 વ્યાજખોરો લોકઅપમાં, 4 પાસામાં પુરાયાં

  • અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા 300 વ્યાજખોરોનું લીસ્ટ તૈયાર કરી વ્યાજખોરી સામે અવિરત ઝુંબેશ : 2020 માં 
  • આર્થિક સંકળામણને કારણે મજબુરીવશ નાણા લઇ વ્યાજના ચક્રમાં ફસાતા લોકોને બચાવવા શ્રી નિર્લિપ્ત રાય દ્વારા વ્યાજખોરો સામે દાખલ થયેલ ગુનાઓની જીણવટભરી તપાસ કરાઇ : નિર્દોશ જનતાને વ્યાજંકવાદીઓની ચુંગાલમાંથી બચાવવા અનોખી ઢબે તપાસ : સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના : વ્યાજખોરો સામે સઘન તપાસમાં દસ્તાવેજી અને વૈજ્ઞાનીક પુરાવાઓ એકત્ર કરાયા

અમરેલી,
અમરેલી જિલ્લામાં મોટા ઉદ્યોગો કે વ્યાપાર ધંધા છે નહી અને સામાજિક પ્રસંગો ઉકેલવા માટે લોકોએ આર્થિક સંકળામણને કારણે મજબુરીવશ વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે નાણા મેળવવા પડતા હોય છે જેનો ફાયદો ઉઠાવીને વ્યાજંકવાદીઓ ચામડા તોડી નાખતુ ઉંચુ વ્યાજ વસુલ કરતા હોય છે અને વ્યાજ કે મુદલ ન ચુકવી શકાય તો આ લાચાર વ્યક્તિઓની મિલ્કત ગેરકાયદેસર રીતે ધાક ધમકી આપી ડરાવી ધમકાવીને પડાવી લેતા હોવાના અનેક બનાવો બની રહયા હતા પરંતુ સામાન્ય પ્રજા આવા વ્યાજંકવાદીઓના ડરથી તેની સામે ફરિયાદ કરતા ન હોય અને રજુઆત પણ કરતા ન હતા પણ તેના ત્રાસથી બચવા તેનું વતન છોડી અન્ય સ્થળે જતા રહેતા હોય છે.
અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાયએ વ્યાજખોરોનો ભોગ બનનાર લોકોને ડર રાખ્યા વગર હિંમતથી પોલીસ ફરિયાદ કરવા અપીલ કરતા ઇ.સ.2020 માં ગેરકાયદેસર નાણા ધીરધારના કુલ 20 ગુનાઓ દાખલ થયેલ શ્રી નિર્લિપ્ત રાય દ્વારા આ ગેરકાયદેસર નાણા ધીરધાર અંગે દાખલ થયેલા ગુનાઓની ગંભીરતાને ધ્યાને લઇ તેનો જીણવટભર્યો અભ્યાસ કરી નિર્દોશ જનતા વ્યાજખોરોની ચુંગલમાંથી બચે અને તેને ન્યાય મળી રહે તેવી રીતે ગુનાની તપાસ કરવા અને જરૂરી મુદાઓ અંગે વધ્ાુ સઘન તપાસ કરવા અમરેલી જિલ્લા પોલીસને સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હતુ અને કેટલાક કેસોની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવેલ જે અન્વયે દાખલ થયેલ ગુનાઓમાં વ્યાજખોરો સામે દસ્તાવેજી અને વૈજ્ઞાનીક રીતે પુરાવાઓ મેળવવામાં આવે.
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં પાસાના કાયદામાં સુધારો થયેલ જેમાં વ્યાજંકવાદીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા વટહુકમ બહાર પાડવામાં આવેલ જેનો ઉપયોગ શ્રી નિર્લિપ્ત રાયએ કર્યો હતો અને વ્યાજખોરોને કાયદાનું ભાન થાય અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બને તે માટે પાસાના નવા કાયદાનો અમલ કરવા સુચના આપી માર્ગદર્શન આપી 20 શખ્સોની સામે પાસાની દરખાસ્ત તૈયાર કરાવી હતી જેમાં મોટા આંકડીયાના પ્રેમજીભાઇ ઉર્ફે ગટી વલ્લભભાઇ બાવીશી, જીલુભાઇ દાનાભાઇ ભુતૈયા, રજબઅલી ગુલામહુસેન રતનાણી રહે. રાજુલા અને મોટી કુંકાવાવના નિવૃત ફોરેસ્ટર વાઘજીભાઇ મુળુભાઇ ડવને પાસામાં ધકેેલાયા હતા આમાના અમુક એવા પણ હતા કે જેની પઠાણી ઉઘરાણીને કારણે લોકોએ આત્મ હત્યા કરવી પડી હોય શ્રી નિર્લિપ્ત રાયની આ ઝુંબેશને કારણે જિલ્લામાં અનેક વ્યાજંકવાદીઓએ વાવટા સંકેલી લીધા હતા અને અમુકે જો મુદલ મળતી હોય તો વ્યાજ નથી જોતુ તેવી ઉદાર ભાવના બતાવી હતી અને વિશેષ લોકો વ્યાજખોરોને કારણે આત્મ હત્યા કરતા અટકી ગયા હતા કારણકે ખેતીમાં દુષ્કાળ, લોકડાઉન જેવા કપરા સમયમાં જો શ્રી નિર્લિપ્ત રાયની ઝુંબેશ ન હોત તો અનેક લોકો વ્યાજખોરોનો ભોગ બન્યા હોત તેમાં કોઇ શંકા નથી.
પોલીસ તંત્ર દ્વારા લાઠીના જનક નારણભાઇ ચાટ, રાજુલાના રજબઅલી ગુલામહુસેન રતનાણી, કડાયાના અમીત વશરામભાઇ દુધાત, તે જ ગામના ખોડુ ભગુભાઇ ખુમાણ, મંગળુ ખોડુભાઇ બાડા તથા રાજુલાના ભાભલુ નાગભાઇ વરૂ, નાગેશ્રીના પ્રતાપ નાગભાઇ વરૂ, ધારેેશ્ર્વરના નરેશ ચૌહાણ, વાવેરાના ભરત વલકુભાઇ ધાખડા, મોટી કુંકાવાવના વાઘજી મુળુભાઇ ડવ, ગોપાળગ્રામના આલાભાઇ રામભાઇ વાળા, સાવરકુંડલાના અનકભાઇ ભાયાભાઇ ખુમાણ, લાઠીના ભોળાભાઇ મેઘાભાઇ મેર, લાલો મેર, બાબરાના રમેશભાઇ લાખાભાઇ ખાચર, બાબરાના યુવરાજ જસકુભાઇ ખુમાણ, જસકુભાઇ ઘુઘાભાઇ ખુમાણ, લીલીયા વિજય વિહાભાઇ ડેર, ભાલવાવના રાજેશ પ્રેમજીભાઇ વિરાણી, શૈલેષ પ્રેમજીભાઇ વિરાણી, રિતેશ વિરાણી, પ્રેમજીભાઇ વિરાણી, વાંગધ્રાના નકા લખમણભાઇ વાવડીયા, નાના માંડવડાના દીલુ આપાભાઇ વાળા, લાલા દીલુભાઇ વાળા, પ્રતાપ પરશોતમભાઇ કાછડીયા, ભુપત અરજણભાઇ બંધીયા, વિજય હાદાભાઇ બેલા અને હાર્દિક ભુપતભાઇ બંધીયા મળી કુલ 32 સામે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.