અમરેલી જિલ્લામાં 36 નાયબ મામલતદારોની બદલી કરતા જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક

  • જિલ્લાભરની પ્રાંત અને મામલતદાર કચેરીઓમાં તથા પુરવઠા શાખામાં ફેરફારો

અમરેલી,
અમરેલી જિલ્લામાં કલેકટરશ્રી આયુષ ઓકએ નાયબ મામલતદારોની બદલી કરી શ્રી વી.વી. ગઢીયાને ચુંટણીમાંથી ડીજાસ્ટરમાં, શ્રી માંજરીયાને મામલતદાર અમરેલીમાંથી ગ્રામ્ય અમરેલીમાં, એમ.બી. પટોળીયાને વડીયા પુરવઠામાં, એમ.વી. ગરાણીયાને લાઠીથી ઇ ધરા લાઠીમાં, જાડેજાને બાબરા ચુંટણીમાંથી ઇ ધરામાં, જે.ડી. સોલંકીને લીલીયા પંચાયત ચુંટણીમાંથી પુરવઠામાં, એસ.જી. લેઉવાને કુંડલાથી ખાંભા પુરવઠામાં, આર.આર. સુવાગીયાને ધારીથી જિલ્લા પુરવઠા નિરીક્ષકમાં, એન.એન. વીસાણીને બગસરાથી બગસરા, આર.એલ. ગોહીલને રાજુલા, એ.ડી. કુબાવતને જાફરાબાદમાં, વી.એચ. ત્રિવેદીને જિલ્લા આયોજનમાંથી કલેકટરમાં, શ્રી ડી.કે. વરૂને બગસરામાં, સી.બી. સોરઠીયાને ધારી પ્રાંતમાં, આઇ.જી. વાળાને બાબરા પુરવઠામાં સહિત કુલ 36 નાયબ મામલતદારોને બદલાવ્યા હતા.