અમરેલી જિલ્લામાં 3877 પડતર અરજીઓનો નિકાલ

અમરેલી,
અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ તા. 9 ઓક્ટોબરના શનિવારે જાહેર રજાના દિવસે જિલ્લાની તમામ પ્રાંત અધિકારીશ્રીની કચેરીઓ અને મામલતદાર કચેરીઓ કાર્યરત રાખી પડતર અરજીઓનો નિકાલ કરવા આદેશ કર્યો હતો. જેના ભાગરૂપે જિલ્લામાં પુરવઠા શાખાની 820 જેટલી અરજીઓ, જમીનને લગતી 1368 જેટલી અરજીઓ, વિધવા અને વૃદ્ધ સહાયની 367 જેટલી અરજીઓ, જાતિ અને આવકના દાખલા માટેની 410 જેટલી અરજીઓ તથા 912 જેટલી અન્ય અરજીઓ અને દરખાસ્તો એમ કુલ મળી 3877 અરજીઓનો ઝુંબેશરૂપે નિકાલ કરવામાં આવ્યો હતો.