અમરેલી જિલ્લામાં 4 મહીનામાં 520.76 લાખની પાવર ચોરી ઝડપાઇ

અમરેલી,

પીજીવીસીએલ દ્વારા એપ્રિલ 2023 થી જુલાઇ 2023 દરમિયાન ચાર મહીનામાં સમગ્ર સોૈરાષ્ટ્રમાંથી 82 કરોડની પાવર ચોરી ઝડપાઇ હતી જેમાં અમરેલી જિલ્લામાં 4 મહીનામાં 520.76 લાખની પાવર ચોરી ઝડપાઇ હતી આમ સમગ્ર સોૈરાષ્ટ્રમાં અમરેલીનો પાવર ચોરીમાં ત્રીજો નંબર આવ્યો છે.અમરેલી જિલ્લામાં 9968 જોડાણો ચેક કરી 2458 માં ગેરરીતી ઝડપી પાડી હતી સમગ્ર સોૈરાષ્ટ્ર કચ્છના કુલ 27254 જોડાણોમાંથી રૂા.82.06 કરોડની પાવર ચોરી પીજીવીસીએલની ટીમોએ ઝડપી હતી વીજ ગ્રાહકોને સાતત્યપુર્ણ અને ગુણવતાસભર વીજ પુરવઠો પુરો પાડી શકાય તે માટે સોૈરાષ્ટ્ર કચ્છમાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતુ જેમાં જીયુએમવીએનએલના માર્ગદર્શનમાં વીજ ચેકિંગમાં રાજકોટમાં 738.61 લાખ, રાજકોટ ગ્રામ્ય 744.54 લાખ, મોરબીમાં 512.25 લાખ, પોરબંદર 658.74 લાખ, જામનગરમાં 712.22, ભુજમાં 378.76, અંજાર માં 576.32, જુનાગઢમાં 649.02, અમરેલીમાં 9968 જોડાણો પેૈકી 2458 માં ગેરરીતી સાથે 520.76 લાખ ની ગેરરીતી તેમજ બોટાદમાં 302.42 અને ભાવનગરમાં 1508.23, સુરેન્દ્રનગરમાં 904.55 મળી સોૈરાષ્ટ્ર કચ્છના કુલ 139719 જોડાણો ચેક કરી 27254 જોડાણોમાંથી રૂા.82.06. 82 લાખની ગેરીરીતી પકડી પાડી હતી તે કોપોર્રેટ ઓફીસની સુચના અને માર્ગદર્શન હેઠળ તમામ જિલ્લા વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર, વીભાગી ઇજનેર, કાર્યપાલક ઇજનેરના માર્ગદર્શન નીચે સમગ્ર સોૈરાષ્ટ્ર કચ્છમાં ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી તેમ પીજીવીસીએલના સુત્રો દ્વારા જાણવા મળ્યું