અમરેલી જિલ્લામાં 40 હજાર હમવતનીઓનું આગમન

અમરેલી, અમરેલી જિલ્લામાં સુરતથી લોકોનો અવિરત પ્રવાહ શરૂ છે અને બસોની લાઇના લાગવાની અને સુરતથી બસો ઉપડવાનું સતત ચાલુ છે જિલ્લામાં આવવા માટે ચેકપોસ્ટ વધારાતા આવનારા લોકોની મુશ્કેલી ઘટી છે અને સોમવાર સુધીમાં સુરતથી અમરેલી જિલ્લામાં 40 હજારથી વધારે લોકો આવ્યા છે.
સુરતમાં સાતમીએથી અમરેલી આવવા માટે ફોર્મ ભરવાનો પ્રારંભ થયો હતો અને જેણે જેણે સંસ્થાઓ દ્વારા ફોર્મ ભર્યા તેને પરમીટ મળી જતા તે દેશમાં આવી ગયા છે અને આવી રહયા છે.
પણ તા. સાતમીએ ઉધના,અડાજણ અને સેન્ટ્રલ ડેપોમાં આવીને લાઇન લગાવી ફોર્મ ભરનારા ના ફોર્મ કલેકટર કચેરીમાં પડયા રહેતા 50 ટકા લોકો રખડી ગયા હોવાનું સુરતથી ઉતારુઓએ અવધ ટાઇમ્સને જણાવ્યું હતુ.
રાત્રે સુરતમાં બસો મેળવવા માટે લોકોની કતારો લાગી છે અમરેલીથી તંત્રએ વ્યવસ્થા જાળવવા માટે સુરત તંત્ર સાથે સંકલન કર્યુ છે અને જિલ્લા આરોગ્ય તંત્રએ 40 હજાર લોકોનું સ્ક્રીનીંગ કર્યુ હોવાનું ડૉ. અરૂણસીંઘે જણાવ્યું છે. દરમિયાન જાણવા મળતી માહિતી અનુસાર તા.11મીએ 8379 લોકોને 10 ચેકપોસ્ટ ઉપર સ્ક્રિનનીંગ કરાયા