અમરેલી,
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળુ પાકનાં ૠતુવાર જિલ્લા અને પાકવાર વિસ્તાર મુજબ ખેતીપાકોની વિગતો જાહેર કરવામાં આવી છે. તે મુજબ અમરેલી જિલ્લામાં 44,999 હેક્ટરમાં ઉનાળુ પાકોનું વાવેતર થયું છે જેમાં મુખ્યત્વે બાજરી, મકાઇ, મગ, અદડ, મગફળી, તલ, ડુંગળી, શેરડી, શાકભાજી, ઘાસચારો સહિતનું ઉનાળુ વાવેતર થયું છે. જેમાં ટેટી અને તરબુચનો પણ સમાવેશ થયો છે. જિલ્લામાં ડાંગરનું કોઇ વાવેતર નથી. જ્યારે બાજરી 3294, મકાઇ 12, મગ 4449, અડદ 459, મગફળી 3502, તલ 16483, ડુંગળી 1804, શેરડી 6, શાકભાજી 3370, ઘાસચારો 11343, આમ જિલ્લામાં કુલ 44722 હેક્ટરમાં પાકો ઉપરાંત 247 હેક્ટરમાં સોયાબીન, તેલીબીયા તેમજ 30 હેક્ટરમાં 33 તરબુચ અન્ય પાકોનું વાવેતર થયાનું ખેતીવાડી વિભાગનાં સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.