અમરેલી જિલ્લામાં 470 દુકાનદારો હડતાલમાં જોડાયા

અમરેલી,
રાજયમાં સસ્તા અનાજના દુકાનનદારોને રૂા.20 હજાર કમીશન ઉપરાંત ઘટની ટકાવારી વળતરપેટે આપવા માંગ સાથે અવાર નવાર એસો.દ્વારા રજુઆત કરવા છતા નિકાલ નહિં આવતા સસ્તા અનાજ વેપારી એશો.દ્વારા રાજય સરકાર ને આવેદનપત્ર પાઠવી અપાયેલા અલ્ટીમેટમ મુજબ આજથી રાજયભરમાં સસ્તા અનાજના દુકાનનારો હડતાલમાં ગયા છે તેમાં અમરેલીએ પણ સુર પુરાવતા અમરેલી જિલ્લાના 470 દુકાનદારો પણ હડતાલમાં જતા રેશનીંગ પુરવઠાનું વિતરણ સાવ ઠપ્પ થઇ ગયું છે એશો.દ્વારા અગાઉથી જ નકકી થયા મુજબ રેશનીંગ પુરવઠો ઉપાડવામાં પણ આવ્યો નથી બીજી તરફ તહેવાર ટાણે હડતાલ પડતા લોકોએ બેવડી મુ્શ્કેલી વેઠવી પડે તેવી સ્થિતિમાં સસ્તા અનાજના દુકાનદારો લડી લેવા મકકમ છે તેની સામે રાજય સરકાર પણ મકકમ છે ગઇકાલે મળેલી બેઠકમાં મંત્રાણા પડી ભાંગતા હડતાલ યથાવત રહી હતી અને આજે તમામ દુકાનદારોએ પોતાના શટર ખેંચી લીધા .