અમરેલી જિલ્લામાં 550 જેટલા સસ્તા અનાજનાં દુકાનદારોની હડતાલનો પ્રારંભ

અમરેલી,
સરકારે 3400 થી વધ્ાુ સસ્તા અનાજનાં દુકાનદારોને મહિને 20 હજાર કમીશન પેટે આપવાને બદલે એક વિચિત્ર પરિપત્ર બહાર પાડી માત્ર 813 દુકાનદારોને લાભ આપતા સસ્તા અનાજનાં દુકાનદારોમાં પ્રચંડ રોષની લાગણી ફાટી નિકળી છે અને બે દિવસ પહેલા એલાન મુજબ આજથી રાજ્યનાં 17 હજારથી વધ્ાુ સસ્તા અનાજનાં દુકાનદારો હડતાલ ઉપર ઉતરી ગયેલ છે અને નવેમ્બરની પરમીટનો જથ્થો નહીં ઉપાડતા લાખો ગરીબ કાર્ડ હોલ્ડરોની દિવાળી બગડી છે અને સરકારને ભારે દોડધામ થઇ છે. અમરેલી જિલ્લામાં 550જેટલા સસ્તા અનાજનાં દુકાનદારો પણ આ હડતાલમાં જોડાતા લાખો ગરીબ કાર્ડ હોલ્ડરોને સસ્તા અનાજનો લાભ ન મળતા દિવાળી ટાઇમે દેકારો મચી ગયો છે. આ લડત આકડામાં 2 નો ભાગ છે. સરકારે છલ કર્યુ છે. જેથી રાજ્યભરમાં કોઇ વિતરણ કરવામાં આવેલ નથી અને દુકાનદારોએ કોમ્પ્યુટર જ ખોલેલ નથી. તેમ અમરેલી જિલ્લા સસ્તા અનાજ દુકાનદાર એસો.નાં પ્રમુખ જીલુભાઇની યાદીમાં જણાવાયું