અમરેલી જિલ્લામાં 78 હજાર કરતા વધુ લોકો પરત આવ્યા

અમરેલી જિલ્લાના બહારના રાજયો અને જિલ્લાઓમાં વસતા લોકો હજુ પણ પરત આવી રહયા છે
અમરેલી, અમરેલી જિલ્લાના બહારના રાજયો અને જિલ્લાઓમાં વસતા લોકો હજુ પણ પરત આવી રહયા છે આજ સુધીમાં અમરેલી જિલ્લામાં 78 હજાર કરતા વધ્ાુ લોકો પરત આવ્યા છે અને જિલ્લાવાસીઓના સારા નસીબે આજ સુધીમાં કોઇ સાથે કોરોના પોઝીટીવ લાવ્યું નથી અથવા અત્યાર સુધી ખબર પડી નથી પણ તેમા જોખમરૂપ એક બાબત એ પણ સામે આવી છે કે હજુ અમરેલી જિલ્લામાં અમદાવાદથી ચોરીછુપીથી લોકો પ્રવેશી રહયા છે.અને તંત્ર પણ આવા લોકોને શોધો કોન્ટાઇન કરી તેની સામે ગુના દાખલ કરી રહયું છે.જોકે એક રાહતની બાબત એ પણ છે કે, હાલમાં સુરતથી અમરેલી જિલ્લામાં આવતો લોક પ્રવાહ અટકી ગયો છે તમામ જિલ્લાની ચેકપોસ્ટો હવે પસાર કરવી વધ્ાુ અઘરી બની ગઇ છે પણ અમરેલીમાં સૌથી જોખમી બાબત એ સામે આવી રહી છે કે, ગુજરાત રાજયમાં કોરોનાના સૌથી વધ્ાુ કેસ છે તેવા અમદાવાદના બાપુનગર,નિકોલ અને મણીનગરમાંથી હજુ પણ લોકો અમદવાદ સીટી ગ્રામ્ય અને બોટાદ,ભાવનગર જેવા જિલ્લા વટાવી છાનામાના અમરેલી આવી રહયા છે અને સારા નસીબે જાગૃત ગ્રામજનો તંત્રને જાણ કરે છે જેથી તંત્ર આવા લોકો સામે પગલા લઇ રહેલ છે.