અમરેલી જિલ્લામાં 9 સ્થળે જુગારના દરોડા

અમરેલી, લાઠીના ભીંગરાડમાં જાહેરમાં હારજીતનો જુગાર રમતા જમાલ અબ્દુલભાઇ મીઠાણી, જીગ્નેશ જમાલભાઇ પાથર, બાઘા સોમાભાઇ મકરાણી સહિત પાંચ શખ્સોને પો.કોન્સ.હરેશભાઇ વાળાએ રોકડ રૂા.10,110 ના મુદામાલ સાથે, લીલીયા તાલુકાના લોૈકી ગામે બતીના અજવાળે જુગાર રમતા અનીલ દિનેશભાઇ સનુરા, વિક્રમ દેવશીભાઇ દેલાણીયા સહિત ચાર શખ્સોેને પો.કોન્સ.સંજયભાઇ ઇટાળીયાએ રૂા.3010 ના મુદામાલ સાથે, અમરેલી હિરામોતી ચોકમાં આંક ફરકનો વરલીનો જુગાર રમાડતા કાળુ બાલુભાઇ સોહલીયાને પો.કોન્સ.સીધ્ધરાજસિંહ જાડેજાએ સાહીત્ય અને રોકડ મળી રૂા.1050 સાથે, અમરેલી જેસીંગપરા રામપરા શેરી નં.5 માં વિનુ અમરશીભાઇ સીધ્ધપુરા, ચતુર ખોડાભાઇ રાઠોડ, જયદીપ બચુભાઇ ભટી, મહેશ બાબુભાઇ થળેશા સહિત છ શખ્સોને લોકરક્ષક અલ્પેશભાઇ ડોળાસીયાએ રોકડરૂા.11220 સાથે, અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના બાલાજી હોટલની પાછળ વાડી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ફારૂક હબીબભાઇ ભાદુલા, ભુપત કેશુભાઇ પાટડીયા સહિત ચાર શખ્સોને એલસીબી ઇન્ચાર્જ પીઆઇ આર.કે.કરમટાની રાહબારી હેઠળ એલસીબી ટીમે રોકડ રૂા.20300 ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.ડુંગરમાં સફી જુસબભાઇ ગાહા, પ્રવીણ બચુભાઇ વાળા સહિત ચારને પો.કોન્સ.વનરાજભાઇ ધાખડાએ રોકડ રૂા.3550 સાથે, રાજુલાના છાપરી ગામે લાલા નાથાભાઇ ગરણીયા, કનુ ઉર્ફે મુન્નાભાઇ દાનાભાઇ ચોૈહાણ સહિત ત્રણ શખ્સોને પો.કોન્સ.વનરાજ ભાઇ ધાખડાએ રોક રૂા.2220 સાથે, રાજુલાના વીસળીયા ગામે અમરેલી એલસીબીના પો.કોન્સ.લીલેશભાઇ બાબરીયાએ ભવન મનુભાઇ સાંખટ, આણંદ ગાડાભાઇ બાંભણીયા સહિત ત્રણ શખ્સોને પ્લોટ વિસ્તારમાં જુગાર રમતા રોકડ રૂા.11,100 ના મુદામાલ સાથે રાજુલા મફતપરામાં થેલની ઓરડી પાસે ઓધડ કાનજીભાઇ મકવાણા, જેરામ રણછોડભાઇ કણજરીયા, મુકેશ ગોબરભાઇ જોડીયા, મુકેશ મનુભાઇ બારેૈયા સહિત સાત શખ્સોને હે.કોન્સ.ભરતભાઇ વાળાએ રોકડ રૂા.13450 ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.