અમરેલી જિલ્લા ઉપર કોરોનાની લટકતી તલવાર કયાં સુધી ?

અમરેલી,આજ સુધી કાતિલ કોરોનાને અટકાવનારા અભેદ કીલ્લા સમા અમરેલી જિલ્લા ઉપર કોરોનાની લટકતી તલવાર કયાં સુધી ? તેવો સવાલ સૌને થઇ રહયો છે પણ આપણી ઉપર કોરોનાનું જોખમ સાવ ટળી નથી ગયું.પણ સદનસીબે આજ સુધી અમરેલી જિલ્લાનું તંત્ર કોરોનાને રોકવામાં સફળ બન્યું છે એ મહત્વનું છે કે આપણે કેટલો સમય કોરોનાને રોકી શકીએ છીએ.આપણી ઉપર જોખમ કયા સુધી છે તેને જોઇએ તો ગત તા. 21મી એપ્રિલ સુધીમાં હજારો લોકો સુરત-અમદાવાદથી દેશમાં આવી ગયા હતા રોડ ઉપર પોલીસનું ચેેકીંગ હતુ તો અમદાવાદ અને સુરતમાં મોત ભાળી ગયેલા લોકો ગાડાકેડા અને ખેતરોના રસ્તેથી જિલ્લામાં આવ્યા હતા આ સીલસીલો 21મી સુધી ચાલ્યો હતો.માવતર દેશમાં હોય, ગામડે નાનીે જમીન કે મકાન હોય કે ભાઇ ભાંડુ દેશમાં હોય આવા લોકો જે વાહન કે સગવડાતા મળી તેમા દેશમાં આવ્યા ખરા પણ તેમાથી મોટાભાગનાએ તંત્રને જાણ ન કરી આવા છેલ્લે એટલે કે 17થી21 તારીખની વચ્ચે આવેલા લોકો ઉપર હજુ પણ કોરોનાનું જોખમ છે અને તંત્રએ તેની ઉપર વોચ પણ રાખી છે હવે તા. 21થી સરહદો સીલ થઇ છે આવનારા મુખ્ય માર્ગ થી આવે છે છતા વાડીઓના આડા માર્ગ આવવાના કે છાનામાના આવવાના બનાવો સામે આવે છે પણ પોલીસ તંત્ર જાગતુ હોવાને કારણે તમામને કોરન્ટાઇન કરાય છે આમ હવે જો કોઇ પોઝીટીવ આવી ગયા હોય તો 3 મે સુધીમાં ખબર પડશે અને ત્યા સુધીમાં પોઝીટીવ નહી આવે તો અમરેલી જિલ્લો જંગ જીતી જવાનો છે.