અમરેલી જિલ્લા કક્ષાએ મેગા લોક અદાલત યોજાઇ

અમરેલી,

તા. 09-09-2023 ને શનિવારના રોજ ન્યાય મંદિર, અમરેલી તથા જિલ્લાની તમામ તાલુકા કોર્ટોમાં નેશનલ મેગા લોક અદાલતનું આયોજન અમરેલી જિલ્લાના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અમરેલીના અધ્યક્ષ શ્રી એમ.જે.પરાશરનાં વડપણ તથા માર્ગદર્શન નીચે થયેલ.આ નેશનલ લોક અદાલતમાં કુલ 5811 કેસો ફેસલ થયેલા, જેમાં 1608 પ્રિ લીટીગેશનના કેસો પણ ફેસલ થયા હતા તેમજ પ્રિ લીટીગેશનમાં રૂા. 2,18,23,157/- ની જે તે સંસ્થાઓને એક દિવસમાં રીકવરી થયેલ હતી, તેમજ આ જ લોક અદાલતમાં સ્પેશ્યલ સીટીંગ નીચે વીમા કલેઇમના કેસો તથા બીજા કેસો મળી રૂા. 9,72,54, 068/- ની રકમનું નોંધપાત્ર ચુકવણું થયેલ હતું.આ મેગા લોક અદાલતને સફળ બનાવવા માટે અમરેલી જિલ્લાના પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ શ્રી એમ.જે.પરાશર ના સીધા માર્ગદર્શન નીચે તથા સેક્રેટરી શ્રી આર.વાય.ત્રિવેદીનાં સંકલનમાં અમરેલી જિલ્લાના તમામ જયુડીશીયલ ઓફીસરશ્રીઓ તથા કોર્ટ સ્ટાફ એ ખુબ જહેમત ઉઠાવેલ હતી.આ નેશનલ મેગા લોક અદાલતને જિલ્લા તથા તાલુકા મથકે સફળ બનાવવા માટે વકીલમંડળના હોદેદારો તથા તમામ સીનીયર તથા જુનીયર વકીલશ્રીઓનું મહત્વનું યોગદાન રહયું હતું.આજની નેશનલ મેગા લોક અદાલતમાં ખુબ જ મોટી સંખ્યામાં પક્ષકારો હાજર રહેલ હતા. જેમાં “બંને પક્ષકારોની જીત અને બંને પક્ષકારોને ન્યાય’’ નો લોક અદાલતનો સિધ્ધાંત ચરિતાર્થ થયો હતો.તેમ (આર.વાય. ત્રિવેદી)ફુલ ટાઇમ સેક્રેટરી જિલ્લા કાનુની સેવા સતા મંડળ અમરેલીએ જણાવ્યું .