અમરેલી જિલ્લા કલેકટર અને પોલીસ અધિક્ષક દ્વારા ત્રણ બુટલેગરો અને બે ભયજનક શખ્સોને પાસા હેઠળ જેલમાં ધકેેલાયા

અમરેલી,
અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટ તથા પોલીસ અધિક્ષક દ્વારા પ્રોહી બુટલેગર દિનેશ ઉર્ફે બુધો શંભુભાઇ ભલગામા રહે.ચલાલા, રુસ્તમ હબીબભાઇ પઠાણ રહે.ગીરધરવાવ તા.સાવરકુંડલા, જયંતી ઉર્ફ્રે જયંતી જીણાભાઇ માથાસુરીયા(પરમાર)રહે.નવાગામ તા.ગારીયાધાર, ભયજનકો શખ્સો અક્રમ હાસમભાઇ ઉર્ફે જીણાભાઇ અબડા રહે.લીલીયા, અરવિંદ વશરામભાઇ રાણપરીયા રહે.શેખપીપરીયાવાળાઓ સામે પાસા વોરંટ ઇસ્યુ કરતા અમરેલી એલસીબી દ્વારા પાંચેય શખ્સોને પાસા વોરંટની બજવણી કરી અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવેલ છે.આમ અમરેલી જિલ્લામાં દારૂનું ગેરકાયદેસર વેચાણ, હેર-ફેર, ઉત્પાદન અને સંગ્રહની ગેરકાયદે પ્રવૃતી કરતા દારૂના લીસ્ટેડ પ્રોહી બુટલેગર શખ્સો તથા ખુનની કોશીષ, મારામારી, ખંડણી ઉઘરાવવી, સરકારી કર્મચારીને ્ફરજમાં રૂકાવટ કરવી વિગેરે શરીર સંબંધી ગુન્હાઓ કરવા ટેવવાળા માથાભારે શખ્સો સામે પાસા હેઠળ કાર્યવાહી કરી એક સાથે પાંચ શખ્સોને જેલહવાલે કરી આવી અસામાજીક પ્રવૃતી કરતા શખ્સો સામે ચેતવણી રૂપ કામગીરી કરેલ છે.