અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વા2ા કોંગ્રેસ પક્ષના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અને એ.આઈ.સી.સી. સચિવ શ્રી રામકિશન ઓઝાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા કોંગ્રેસના મહત્વના પદાધિકારીઓની મીટીંગ નું આયોજન કરવામાં આવેલ હતું.આ મિટિંગમાં પ્રભારી શ્રી રામકિશન ઓઝા એ દેશમાં ભાજપ સરકાર સામે આક્રમક્તાથી લડી રહેલા કોંગ્રેસ પક્ષના નેતા સન્માનનીય શ્રી રાહુલ ગાંધીના અભિયાનમાં જિલ્લાના દરેક કોંગ્રેસજનો એ તનતોડ મહેનત કરી દરેક બુથ પર મજબૂતાઈથી કામ કરી કોંગ્રેસની વિચા2ધા2ા ને પુન: સ્થાપિત કરવા આહવાન કર્યું હતું.સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્યશ્રી પ્રતાપભાઈ દુધાતે અમરેલી જિલ્લામાં કોંગ્રેસ પક્ષ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને પાંચેય વિધાનસભામાં અગાઉ વિજય થયેલ હતો પરંતુ ગત ચૂંટણીઓમાં જિલ્લા માં કોંગ્રેસ પક્ષને સમર્થન નહીં મળતા કોંગ્રેસ પક્ષના નેતાઓ અને હોદ્દેદારોએ કઈ જગ્યાએ ચૂક થયેલ છે તે ભૂલ સુધારી ફરી આક્રમકતાથી લડત આપવામાં આવે તો અમરેલી જિલ્લામાં દરેક ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષને જન સમર્થન આવશ્ય મળશે તેવી આશા વ્યક્ત કરી હતી.
જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે. રૈયાણીએ પોતાના કાર્યકાળ દરમિયાન ક2વામાં આવેલ કામગીરી જણાવી કોંગ્રેસ પક્ષના જિલ્લાના તમામ નેતૃત્વ અને સાથે રાખી સંગઠનાત્મક કામગીરીમાં દરેકને પૂર્ણ સહયોગ આપવા જણાવ્યું હતું.
આ મિટિંગમાં પૂર્વ ધારાસભ્યશ્રી ઠાકરશીભાઈ મેતલીયા, પ્રદેશ મંત્રી શ્રી સુરેશભાઈ કોટડીયા, પ્રદેશ મહિલા મહા મંત્રી હંસાબેન જોશી, જિલ્લા પંચાયતના નેતા વિપક્ષ શ્રી પ્રભાતભાઇ કોઠીવાળ, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી અર્જુનભાઈ સોસા સહિત જિલ્લા ના તમામ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખશ્રીઓ, જિલ્લાના તમામ સેલ ફ્રન્ટલ ના પ્રમુખશ્રીઓ,જિલ્લા પંચાયત સદસ્યો,તાલુકા પંચાયત સદસ્યો, નગરપાલિકા સદસ્યો, જિલ્લા સમિતિ તાલુકા સમિતિ/સેલ ફ્રન્ટલના હોદેદારો સહિત ના તમામ કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી મનીષભાઈ ભંડેરી, અમરેલી શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ શ્રી સંદીપ પડ્યા, જિજ્ઞા કોંગ્રેસ સમિતિ મહામંત્રી જગદીશભાઈ તળાવીયા, જમાલભાઈ મોગલ, જનકભાઈ પંડ્યા, જગદીશભાઈ પાનસુરીયા તથા અમરેલી તાલુકા કોર્મસ ઉપપ્રમુખ વિપુલભાઈ પોકિયા દ્વારા કરવામાં આવેલ હતું.