અમરેલી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા રક્ષાબંધનની અનોખી ઉજવણી

માત્ર ગુજરાત રાજ્યમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશભરમાં અકસ્માતના કારણે અનેક લોકોના મોત થાય છે. તેમ છતા ટ્રાફિકના નિયમોની અવગણના કરીને લોકો દ્વારા હજુ પણ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવામાં આવે છે. પરિણામે ગંભીર અને પ્રાણઘાતક વાહન અકસ્માતો બનવા પામે છે. ભાવનગર રેન્જ આઇ.જી.ગૌતમ પરમાર નાઓએ વાહન અકસ્માતો ઉપર અંકુશ મેળવવા.અને ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી માટે રેન્જ હેઠળના જિલ્લાઓમાં ટ્રાફિક અંગે અસરકારક કામગીરી કરવાસુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓ દ્વારા અમરેલી જિલ્લામાં વાહનઅકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અસરકારક કામગીરી કરવા માર્ગદર્શન આપવામાં આવેલ.અમરેલી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા રક્ષા બંધનના તહેવાર નિમિત્તે લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતિ આવે અને લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે સ્પેશ્યલ ડ્રાઇવ રાખવામાં આવેલ. આ ડ્રાઇવ દરમ્યાન હેલમેટ અને સીટબેલ્ટ વગર વાહન ચલાવી રહેલ તથા ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા મળી આવેલ વાહન ચાલકોને મહિલા પોલીસ બહેનો તથા ટી.આર.બી, બહેનો દ્વારા રાખડી બાંધી, તેમની સુરક્ષાની મંગલ કામના કરી, હવેથી ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરશે તેવું વચન લેવામાં આવેલ અને જે વાહન ચાલકોએ હેલમેટ અને સીટબેલ્ટ પહેરેલ તેમને પણ રાખડી બાંધી, તેમની ટ્રાફિક અવેરનેસને બિરદાવવામાં આવેલ અને વાહન ચાલકોને ટ્રાફિક જાગૃતિ અંગેન પત્રિકાઓનું વિતરણ કરવામાં આવેલ. આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ સબ ઇન્સ.શ્રી વી.વી.ગોહિલ તથા જિલ્લા ટ્રાફિક શાખાના પોલીસ સ્ટાફ, મહિલા પોલીસ તથા ટી.આર.બી. બહેનો દ્વારા અમરેલી જિલ્લામાં ગંભીર અને પ્રાણઘાતક વાહન અકસ્માતના બનાવોમાં મૃત્યુદર અને ગંભીર ઇજાનું પ્રમાણ ઘટાડવા તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા ટ્રાફિક અંગે જાગૃતિ માટે નવતર પ્રયોગ હાથ ધરી રક્ષાબંધનની ઉજવણી કરી, અસરકારક કાર્યવાહી કરવામાં આવેલ