અમરેલી જિલ્લા પંચાયતનું 641.65 લાખનું બજેટ મંજુર

  • જિલ્લામાં પંચાયતી રાજના ઇતિહાસમાં પ્રથમ વખત કારોબારીના બદલે સામાન્ય સભામાં બજેટ મુકાયું

અમરેલી,
અમરેલી જિલ્લા પચાયતના ચૂંટાયેલા પ્રમુખના અધ્યક્ષ પદે પ્રથમ સામાન્યસભા યોજાઈ હતી જેમાં જિલ્લા પંચાયતનું 641.6પ લાખનું બજેટ રજૂ કરાતા તેને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. આ વખતે પ્રથમ વનખત જ
પહેલા પાનાનું-બજેટ મંજુર
બજેટ કારોબારીના બદલે સીધુ જ સામાન્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જુદી જુદી 8 સમિતિઓની પણ રચના કરવામાં આવી છે.અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રેખોબન જે. મોવલીયાના અધ્યક્ષ પદેે સામાન્યસભા યોજાઈ હતી જેમાં પ્રમુખ સ્થાનેથી 641 લાખ 6પ હજાર 988નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં 31 માર્ચ ર0ર0ના બંધ સિલક રુ. 4રર,0પ,388 હતી અને કુલ રુ. 641 લાખ 6પ હજાર 988ની આવકનો અંદૃાજ કરાયો છે અને આ સામે પ76 લાખ 60 હજાર 700ના ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે. સરકારી પ્રવૃત્તિ, દેવા વિભાગ અને સ્વભંડોળ મળીને ર0રરના મારંચના અંતે કુલ બંધ સિલક 413 કરોડ 33 લાખ 80 હજાર 186 રહેવાનો અંદાજ કરાયો છે.આ જ રીતે લેબર બજેટ અલગથી રજૂ કરવામાં આવ્યું હતું અને બન્ને બજેટને સર્વાનુંમતે મંજૂરી અપાયા બાદ જિલ્લા પંચાયતની વિવિધ સમિતીઓની રચના કરવામાં આવી હતી. જેમાં કારોબારી સમિતિ, શિક્ષણ સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, જાહેર આરોગ્ય સમિતિ, જાહેર બાંધકામ સમિતિ, ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિ, મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિઓની સમિતિ અને અપીલ સમિતિની રચના કરવામાં આવી છે.