અમરેલી જિલ્લા પંચાયતમાં પ્રમુખપદ માટેના નામો ચર્ચામાં

  • ગત ટર્મની જેમ જ અમરેલી જિલ્લા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખપદ સામાન્ય સ્ત્રી છે
  • શ્રીમતી કૈલાસબેન માંગરોળીયા, શ્રીમતી કંચનબેન ડેર,શ્રીમતી કમળાબેન ભુવા, શ્રીમતી હેમાક્ષીબેન રાદડીયા, શ્રીમતી રમીલાબેન ધોરાજીયા, શ્રીમતી રેખાબેન મોવલીયા, શ્રીમતી શીલ્પાબેન તળાવિયાના નામો ચર્ચામાં

અમરેલી,
2015ની ગત ટર્મની જેમ જ અમરેલી જિલ્લા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખપદ સામાન્ય સ્ત્રી છે ત્યારે અમરેલી જિલ્લા પંચાયતમાં પ્રમુખપદ માટેના અનેક નામો ચર્ચામાં આવ્યા છે.
અમરેલી જિલ્લા પંચાયતનાપ્રમુખ પદ માટે શ્રીમતી કૈલાસબેન પ્રવિણભાઇ માંગરોળીયા, શ્રીમતી કંચનબેન જીતુભાઇ ડેર,શ્રીમતી કમળાબેન ભુવા, શ્રીમતી હેમાક્ષીબહેન રાદડીયા, શ્રીમતી રમીલાબેન ધોરાજીયા, શ્રીમતી રેખાબેન મોવલીયા, શ્રીમતી શીલ્પાબેન તળાવિયાના નામો ચર્ચામાં આવ્યા છે.
જિલ્લા પંચાયતમાં પ્રમુખપદ માટે નામોની ચર્ચા વચ્ચે લોબીંગ શરૂ થયું છે અને કોણના શિરે પ્રમુખપદનો તાજ મુકાશે તેની અટકળો વચ્ચે પ્રદેશમાંથી કોનું નામ આવે તેને લઇ ભાજપ વતુર્ળોમાં રાજકીય ગરમાવો આવ્યો છે.