અમરેલી,
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુ.રા. ગાંધીનગર નાઓ તરફથી રાજ્યમાં બનતા ગંભીર અનેપ્રાણઘાતક વાહન અકસ્માતના બનાવોમાં મૃત્યુદર અને ગંભીર ઇજાનું પ્રમાણ ઘટાડવા તેમજ ટ્રાફિક નિયમોની સૂયોગ્ય અમલવારી કરાવવા ટ્રાફિક એન્ફોર્સમેન્ટ માટે તા.22/07/2023 થી તા.22/08/2023 સુધી રોડ સેફ્ટી ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ડ્રાઇવ દરમ્યાન આધૂનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી, સ્પીડ ગનની મદદથી સ્પીક લીમીટ કરતાં વધુ સ્પીડથી વાહન ચલાવતા વાહન ચાલકો વિરૂધ્ધ કુલ 587 કેસો કરવામાં આવેલ છે. જે પૈકી ઈ-ચલણથી 482 કેસો કરવામાં આવેલ છે. કુલ 63 કોર્ટ શભ કેસો કરવામાં આવેલ છે. 42 સ્થળ દંડ કેસો કરી, કુલ રૂ.75,500/- નો સ્થળ દંડ વસૂલ કરવામાં આવેલ છે. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ડ્રાઇવ દરમ્યાન કેફી પીણું પીધેલ હાલતમાં વાહન ચલાવતા કુલ 169 ઇસમોનેપકડીને તેમના વિરૂધ્ધ 169 કેસો કરવામાં આવેલ છે. અમરેલી જિલ્લા પોલીસ દ્વારાડ્રાઇવ દરમ્યાન ધૂમ સ્ટાઈલથી બાઇક ચલાવતા, રેસીંગ કરતાં, ડ્રાઇવીંગ દરમ્યાન સ્ટન્ટ કરતાં ઇસમો વિરૂધ્ધ કુલ 138 કેસો કરવામાં આવેલ છે, જે પૈકી કુલ 49 કોર્ટ શભ કેસો કરવામાં આવેલ છે અને 89 સ્થળ દંડ કેસો કરી, કુલ રૂ.1,56,000/- નો સ્થળ દંડ વસૂલ કરવામાં આવેલ છે. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ડ્રાઇવ દરમ્યાન માણસની જિંદગી જોખમાય તે રીતે ભયજનક રીતે વાહન ચલાવતા ઇસમો વિરૂધ્ધ કુલ 120 કેસો કરવામાં આવેલ છે.અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ડ્રાઇવ દરમ્યાન પોતાનું વાહન ટ્રાફિકને ભયજનક રીતે અડચણરૂપ થાય તે રીતે રાખેલ હોય, તેવા ઇસમો વિરૂધ્ધ કુલ 58 કેસો કરવામાં આવેલ છે,અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ડ્રાઇવ દરમ્યાન ફેકી પીણું પી વાહન ચલાવતા ઇસમોના વાહનો, ભયજનક રીતે વાહન ચલાવતા ઇસમોના વાહનો તથા ડ્રાઇવીંગ લાયસન્સ અને રજીસ્ટ્રેશન લગત કાગળો સાથે રાખ્યા વગર વાહન ચલાવતા ઇસમોના વાહનો મળી કુલ 362 વાહનો ડીટેઇન/જપ્ત કરવામાં આવેલ છે. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા ડ્રાઇવ દરમ્યાન હેલમેટ પહેર્યા વગર ટુવ્હીલર ચલાવતાં ઇસમો, સીટબેલ્ટ પહેર્યા વગર ફોરવ્હીલ ચલાવતા ઇસમો, ડ્રાઇવીંગ લ યસન્સ તથા રજીસ્ટ્રેશન લગત સાધનિક કાગળો વગર વાહન ચલાવતા ઇસમો, ડ્રાઇવીંગ કરતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરતા ઇસમો, ત્રણ સવારી, રોંગ સાઇડ વાહન ચલાવવું, ફેન્સી નંબર પ્લેટ, બ્લેક ફિલ્મ વિગેરે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા ઇસમો વિરૂધ્ધ કુલ 3505 કેસો તેમજ ઇ-ચલણના 42 કેસો કરવામાં આવેલ છે. જે પૈકી કુલ 340 કોર્ટ શબ કેસો કરવામાં આવેલ છે તથા 3165 સ્થળ દંડ કેસો કરી, કુલ રૂ.13,94,800/- નો સ્થળ દંડ વસૂલ કરવામાં આવેલ છે.