અમરેલી જિલ્લા બેંકના એમડી ચંદુભાઇ સંઘાણીનું નિધન

અમરેલી,
અમરેલી જિલ્લા બેંકના એમડી અને સેવાટ્રસ્ટના પ્રમુખ શ્રી ચંદુભાઇ સંઘાણી ઉ.વ.59 તે ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, કાળુભાઇ સંઘાણી, જયંતીભાઇ સંઘાણી, મુકેશભાઇ સંઘાણી અને જયસુખભાઇ સંઘાણીના ભાઇ શ્રી ચંદુભાઇ સંઘાણીનું ગઇકાલે નિધન થતા આજે તેમના નિવાસસ્થાને સુખનાથપરાથી નિકળેલી અંતીમયાત્રામાં વિવિધક્ષેત્રના આગેવાનો વેપારીઓ સહિત જોડાયા હતા અને સંઘાણી પરીવારને સાંત્વના પાઠવી હતી.